કંગનાને હરામખોર કહેતા શિવસેના નેતા રાઉતનું પ્રમોશન,બન્યા મુખ્ય પ્રવક્તા

Published: Sep 08, 2020, 13:55 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કંગના સાથેના શાબ્દિક યુદ્ધને લઈને ચર્ચામાં છવાયેલા શિવ સેના નેતા સંજય રાઉતને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે.

સંજય રાઉત VS કંગના રણોત
સંજય રાઉત VS કંગના રણોત

અભિનેત્રી કંગના (Bollywood Actress Kangana Ranaut) રણોતને હરામખોર (Haramkhor) કહેનારા શિવ (Shiv Sena) સેના સાંસદ સંજય (Sanjay Raut) રાઉતનું પ્રમોશન થયું છે. કંગના સાથેના શાબ્દિક (Word War) યુદ્ધને લઈને ચર્ચામાં છવાયેલા શિવ સેના નેતા સંજય રાઉતને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ (Uddhav Thackeray) ઠાકરેએ પાર્ટીના મુખ્ય (Party Cheif SpokesPerson) પ્રવક્તા બનાવ્યા છે. શિવ સેનાએ મંગળવારે પાર્ટીના મુખપત્ર સામનામાં આ જાહેરાત કરી છે.

સંજય રાઉત સિવાય, શિવ સેનાએ 10 અન્ય સભ્યોને પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. જેમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત, પ્રિયંકા ચતુર્વેદી અને ધીરશિલ માને, મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબ, ઉદય સામંત અને ગુલાબરાવ પાટિલ, વિધેયક નીલમ ગોરે, પ્રતાપ સરનાઇક અને સુનીલ પ્રભુ વગેરે સામેલ છે. મુંબઈના મેયર કિશોરી પેડમેકરને પણ પ્રવક્તા નિયુક્ત કરવામાં આવ્યા છે. સરનાઇક હાલ વિવાદમાં કંગના અને ભાજપ વિરુદ્ઘ મોખરે છે.

કંગના રણોત વિરુદ્ધ ટિપ્પણી કરનારા સંજય રાઉતની ટીકા પણ થઈ છે. જો કે, પાર્ટીની અંદરના સૂત્રોએ જણાવ્યું કે આ જાહેરાત પાર્ટીના સભ્યોને સંદેશ આપવા માટે છે કે કંગના અને શિવસેના નેતા વચ્ચે ચાલતા વિવાદ પર પાર્ટી તરફથી ન બોલવું.

ક્યાંથી શરૂ થયો આ વિવાદ
હકીકતે, સુશાંત સિંહ કેસમાં છેલ્લા ઘણાં દિવસોથી બોલીવુડ અભિનેત્રી કંગના રણોત અને શિવસેના નેતાઓ વચ્ચે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ છેડાયો છે. કંગના રણોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેને મહારાષ્ટ્ર પોલીસ પર વિશ્વાસ નથી. સાથે જ તે ઇચ્છે છે કે તેની સુરક્ષાની જવાબદારી હરિયાણા પોલીસ અથવા કેન્દ્રની એજન્સી લે. ત્યાર બાદ શિવસેના નેતા સંજય રાઉતે મુંબઇ પાછા ન આવવા કહ્યું હતું અને કંગના માટે હરામખોર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

નિવેદન પર સ્પષ્ટતા
પછીથી સંજય રાઉતે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી અને કહ્યું કે મહારાષ્ટ્રમાં આનો બીજો અર્થ થાય છે. અહીં આનો અર્થ નૉટી અને બેઇમાન થાય છે. સંજય રાઉતે કહ્યું, "જો કોઇ રાજકારણ કરવા માગે છે અથવા એવો માહોલ બનાવવા માગે છે તો કોઇપણ શબ્દનો કોઇપણ અર્થ કાઢી શકાય છે. અમારે ત્યારે મહારાષ્ટ્રમાં જ્યારે પણ વાત કરતાં હોઇએ તો હરામખોરનો અર્થ નૉટી અને બેઇમાન કહીએ છીએ. તે (કંગના) નૉટી ગર્લ છે. મેં જોયું અને વાંચ્યું છે કે તે મજાક કરતી રહે છે. મેં મારી ભાષામાં કંગનાને બેઇમાન કહી."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK