રાફેલસોદો ઍર ફોર્સ મજબૂત કરવા હતો કે ઉદ્યોગપતિ માટે?

Feb 10, 2019, 11:19 IST

આવા શબ્દોમાં શિવસેનાએ નરેન્દ્ર મોદી પાસે માગ્યો જવાબ

રાફેલસોદો ઍર ફોર્સ મજબૂત કરવા હતો કે ઉદ્યોગપતિ માટે?
શિવસેના

રાફેલસોદો ઍર ફોર્સને મજબૂત કરવા માટે કે પછી નાણાકીય તંગી વેઠી રહેલા ઉદ્યોગપતિને મદદ કરવાના હેતુથી કરાયો હતો એ પ્રશ્નનો જવાબ વડા પ્રધાન મોદીએ આપવો જ જોઈએ એમ ગઈ કાલે શિવસેનાએ જણાવ્યું હતું. શુક્રવારે ‘ધ હિન્દુ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના રાફેલસોદા પરની વાટાઘાટો દરમ્યાન પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) દ્વારા હાથ ધરાયેલી સમાંતર ચર્ચાનો સંરક્ષણમંત્રાલયે સખત વિરોધ નોંધાવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ અહેવાલને પગલે શિવસેનાએ ઉક્ત ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: મુંબઈ: CISFના ઑફિસરે આત્મહત્યા કરી

શિવસેનાએ એના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું કે મોદીએ ગુરુવારે સંસદમાં દેશભક્તિ પર ભાષણ આપી રાફેલસોદાનો બચાવ કર્યો હતો અને બીજા જ દિવસે આ અહેવાલ પ્રકાશિત થતાં દેશભક્તિનાં સૂત્રો પોકારનારાઓ અને સંસદની પાટલી ઠોકી મોદીનું અભિવાદન કરનારાઓ ચૂપ થઈ ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK