સુરત : ચુંટણી ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારે કલેક્ટર ઓફિસમાં જ હાથની નસ કાપી નાખી

સુરત | Apr 05, 2019, 21:36 IST

સુરત માટે અપક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભરનાર વ્યક્તીનું ફોર્મ રદ્દ થતા ઉમેદવારે કલેક્ટર ઓફીસમાં જ પોતાના હાથની નસ કરી નાખી હતી.

સુરત : ચુંટણી ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારે કલેક્ટર ઓફિસમાં જ હાથની નસ કાપી નાખી
PC : Google

લોકસભા ચુંટણીને લઇને ઉમેદવારોને ફોર્મ ભરવા માટેનો 4 એપ્રિલ છેલ્લો દિવસ હતો. ત્યાર બાદ આજથી એટલે 5 એપ્રિલથી ઉમેદાવારોના ફોર્મની ચકાસણીની શરૂઆત થઇ હતી. જેમાં સુરત માટે અપક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભરનાર વ્યક્તીનું ફોર્મ રદ્દ થતા ઉમેદવારે કલેક્ટર ઓફીસમાં જ પોતાના હાથની નસ કરી નાખી હતી. લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને સારવાર માટે તત્કાલીક 108 બોલાવામાં આવી હતી અને તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. શિવા ચાવડા નામના ઉમેદવારનો આક્ષેપ છે.

આ પણ વાંચો : વાંચો આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

અપક્ષ ઉમેદવાર તરીકે શિવ ચાવડાએ ભર્યું હતું ફોર્મ
ગુજરાતમાં
23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કલેક્ટરની ટીમ દ્રારા રાજ્યભરમાં તેની ચકાસણીની કાર્યવાહી શરૂ થઇ હતી. જેમાં આ પ્રક્રિયામાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા એક શિવા ચાવડા નામના ઉમેદવારના ફોર્મમાં કેટલીક ભૂલો હોવાને કારણે કલેક્ટર દ્વારા તેનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. પોતાનું ફોર્મ રદ્દ થઈ જતાં લાગણીમાં આવીને શિવા ચાવડાએ અચાનક જ પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી. કલેક્ટર કચેરીમાં જ આ પ્રકારની ઘટના બનતાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. શિવા ચાવડાએ પોતે જ બંને હાથમાં ચુપ્પના 3 ઘા માર્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK