નક્કી કરતાં પહેલાં પાંચ વાર વિચારવું અને પછી પાંચસો મુશ્કેલીમાં પણ અડગ રહેવું

Published: 5th November, 2014 05:42 IST

જે કંઈ આ મેં કહ્યું છે એ મારા માટે ભગવદ્ગીતાનો સાર છે એમ કહું તો ચાલે.


સ્પેશ્યલ કમેન્ટ - શિખર ધવન, પ્લેયર, ટીમ ઇન્ડિયા

જે કંઈ આ મેં કહ્યું છે એ મારા માટે ભગવદ્ગીતાનો સાર છે એમ કહું તો ચાલે. નક્કી કરતાં પહેલાં હું પાંચ વખત એ બાબત પર થોટ્સ આપીશ, બધા થોટ આપી દઈશ અને સારી-ખરાબ બધી વાત વિચારી લઈશ અને એ પછી પણ હું એ કામ કે એ દિશામાં આગળ વધવાનું નક્કી કરીશ તો પછી પાંચસો તકલીફ આવશે તો પણ હું એ રસ્તેથી પાછો નહીં વળું. મારી મૅરેજલાઇફને લઈને બહુ બધું પૂછવામાં આવતું રહ્યું છે પણ એની સ્પષ્ટતા મેં ક્યારેય કોઈ જગ્યાએ નથી કરી. આજે પણ એ વાત મહત્વની નથી કે મેં આયેશા સાથે મૅરેજ કઈ રીતે કયાર઼્, આયેશાનું મૅરિટલ સ્ટેટસ જુદું હતું, મારું જુદું હતું, એ પછી પણ અમે બન્ને કઈ રીતે એક થયાં. મારા માટે ઇમ્પોર્ટન્સ એ વાતનું છે કે નક્કી કરવામાં આવેલા સ્ટેપને કઈ રીતે હકીકત બનાવવાનું કામ કરવામાં આવ્યું. હું કુદરતમાં પુષ્કળ વિfવાસ ધરાવું છું. માનું છું કે જો તમે કંઈ કરવા ઇચ્છતા હો તો તમને કોઈ અટકાવી નથી શકતું, અટકાવી પણ ન શકે. એજ્યુકેશનથી લઈને ક્રિકેટ અને ક્રિકેટથી લઈને આજના આ દિવસો સુધીમાં તકલીફો આવતી રહી છે. બહુ તકલીફ લાગે ત્યારે મેં આગળ કહ્યું એમ સિમ્પલી હું એક વાર એનાં બધાં પાસાઓ વિશે વિચારી લઉં અને એ વિચાર્યા પછી પણ જો આગળ વધવાનું મન થતું હોય તો બધી નેગેટિવિટી મનમાંથી છોડીને હું એ દિશામાં મહેનત કરવા માંડું છું.

પ્રોબ્લેમ એ લાઇફનો એક પાર્ટ છે એવું સ્વીકારી લીધા પછી જો એ પ્રોબ્લેમની સામે લડવામાં આવે તો કામ સરળ થઈ જતું હોય છે. જ્યારે પણ આઉટ-ઑફ-ફૉર્મ હોઉં ત્યારે હું આ જ વાતને ધ્યાનમાં રાખતો હોઉં છું. કોઈએ લખેલું એક વાક્ય મને હંમેશાં ગમ્યું છે : નિષ્ફળ જવાની તૈયારી રાખે એ જ સફળ થતા હોય છે. ગેમમાં પણ મને આ વાત ઉપયોગી બને છે અને પર્સનલ લાઇફમાં પણ મને આ જ વાત ઉપયોગી બની છે. ટેન્શન વચ્ચે પણ મને આ વાત બહુ ઉપયોગી બની છે.

ક્રિકેટ જબરદસ્ત ટેન્શન આપનારી ગેમ છે. આપણે ત્યાં તો ક્રિકેટની ગેમ માટે લોકો જીવ આપી દે એવો ક્રેઝ પણ જોવા મળે છે. જ્યારે હારજીત પર આખી ગેમનો મદાર હોય ત્યારે તો બહુ પ્રેશર સહન કરવું પડતું હોય છે પણ મને એ સમયે પણ યાદ હોય છે કે જો સફળતા જોઈતી હશે તો ફેલ થઈને નામોશી સહન કરવાની ક્ષમતા પણ રાખવી પડશે. ઇંગ્લૅન્ડમાં આપણે હાર્યા ત્યારે એ શરમજનક પરિસ્થિતિ હતી. એ સિચ્યુએશનનો સામનો કર્યા પછી અત્યારે જે વિક્ટરી મળી રહી છે એ વધારે ખુશી આપે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK