વાવાઝોડાથી બચાવવા ૩૦૦ શેરીના શ્વાનને પોતાના ઘરમા આશરો આપ્યો

Updated: Oct 11, 2020, 10:12 IST | Mumbai correspondent | Mumbai

આ છે ખરા શ્વાનપ્રેમી:વાવાઝોડાથી બચાવવા ૩૦૦ શેરીના શ્વાનને પોતાના ઘરમા આશરો આપ્યો

વાવાઝોડાથી બચાવવા ૩૦૦ શેરીના શ્વાનને પોતાના ઘરમા આશરો આપ્યો
વાવાઝોડાથી બચાવવા ૩૦૦ શેરીના શ્વાનને પોતાના ઘરમા આશરો આપ્યો

વાવાઝોડાથી બચાવવા માટે ૩૦૦ જેટલી શેરીના કૂતરાઓ સહિત અન્ય ઘણાં પ્રાણીઓને પોતાના ઘરમાં આશ્રય આપનારા મેક્સિકોના પ્રાણીપ્રેમીની આખી દુનિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે. સાતમી ઑક્ટોબરે સવારે ૫.૩૦ વાગ્યે ડેલ્ટા નામનું વાવાઝોડું મેક્સિકોના કિન્ટાના રો નામના રાજ્યમાં ત્રાટક્યું હતું, પરંતુ એના થોડા કલાક પહેલાં લિઓના વિકારીઓ શહેરમાં રહેતો રિકાર્ડો પિમેન્ટલ નામનો માણસ પોતાને ત્યાં બનાવેલું ટિએરા ડે ઍનિમલ્સ નામનું પ્રાણીઓનું આશ્રયસ્થાન વાવાઝોડાનો સામનો કરી શકાય એટલું મજબૂત છે કે નહીં એની ચકાસણી કરતો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે તેણે પોતાના ઘરમાં જ ૩૦૦ શેરીઓના કુતરાઓ, કેટલીક બિલાડીઓ, મરઘાં-સસલાં તેમ જ શાહુડીને પણ રાખી હતી જેથી એ વાવાઝોડાથી બચી શકે.
પોતાના ઘરમાં શેરીના કૂતરાઓથી ઘેરાયેલા રિકાર્ડોના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં પ્રાણીપ્રેમીઓએ તેને હીરો ગણાવ્યો હતો. સમગ્ર દુનિયામાં લોકોએ તેના પ્રાણીપ્રેમની પ્રશંસા કરી હતી. વાવાઝોડું પસાર થયા બાદ પોતાને મળેલી રાતોરાત ખ્યાતિનો લાભ લઈ તેણે પ્રાણીઓના આશ્રયસ્થાન ટિએરા ડી ઍનિમલ્સની મદદ કરવા મટે લોકો પાસે ડૉગ અને કૅટ માટેનો ખોરાક, ત્યાં સાફસફાઈ કરી શકાય એ માટેનો સામાન, ફળો અને શાકભાજી તેમ જ લોકોને પોતાની રીતે મદદ કરવાની અપીલ કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK