શત્રુઘ્ન સિન્હાને મળી પટના સાહિબથી ટિકિટ, કેન્દ્રીય મંત્રી સામે થશે ટક્કર

નવી દિલ્હી | Apr 06, 2019, 16:48 IST

શોટગન શત્રુઘ્ન સિન્હા ફરી એકવાર પટના સાહિબથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ વખતે ભાજપની નહીં પણ કોંગ્રેસની ટિકિટ પરથી.

શત્રુઘ્ન સિન્હાને મળી પટના સાહિબથી ટિકિટ, કેન્દ્રીય મંત્રી સામે થશે ટક્કર
શત્રુઘ્ન પટના સાહિબથી લડશે ચૂંટણી

ભાજપ છોડી ચુકેલા જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આખરે ભાજપના સ્થાપના દિવસે છે કોંગ્રેસનો હાથ થામ્યો. દિલ્હીમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને સદસ્યતા અપાવી. આ સાથે જ એ પણ જાહેરાત કરી કે પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસના ઉમેદવાર છે. અને તેઓ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટક્કર આપશે.

કોંગ્રેસમાં સામેલ થયા બાદ શત્રુઘ્ન સિન્હા પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા. આ સમયે તેમની સાથે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેલવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને કેસી વેણુગોપાલ હાજર રહ્યા. શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવા પર રણદીપ સુરજેવાલાએ કહ્યું કે શત્રુઘ્ન સિન્હાજીનો આધ્યાત્મિક અને વૈચારિક રૂપથી ગાંધી, નહેરુ અને સરદાર પટેલ સાથે લગાવ રહ્યો છે.

કોંગ્રેસનો હાથ પડક્યા બાદ સિન્હાએ ભાજપને 39માં સ્થાપના દિવસની શુભેચ્છા આપી. અને કહ્યું કે આજના દિવસે પાર્ટી છોડવી મારા માટે દુઃખદ છે. ભાજપ પર હુમલો કરતા સિન્હાએ કહ્યું કે મે લોકશાહીને તાનાશાહીમાં પરિવર્તિત થતા જોઈ છે. વરિષ્ઠ લોકોને માર્ગદર્શન મંડળમાં મુકી દેવામાં આવ્યા, આજ સુધી માર્ગદર્શક મંડળની એકપણ બેઠક નથી થઈ. યશવંત સિન્હાને એટલા મજબૂર કરવામાં આવ્યા કે તેમણે પાર્ટી છોડવી પડી.

શત્રુઘ્ન સિન્હાએ નોટબંધી અને જીએસટીને લઈને પણ ભાજપ પર સવાલો કર્યા. સિન્હાએ કહ્યું કે અચાનક નોટબંધીનો નિર્ણય લેવામાં આવતા લોકોને ખૂબ જ પરેશાની થઈ. લાઈનમાં ઉભા રહેવાના કારણે અનેક લોકોના મોત પણ થયા. તો જીએસટીને તેમણે વિપક્ષનો સૌથી મોટો ગોટાળો ગણાવ્યો.

આ પણ વાંચોઃ શત્રુઘ્ન સિન્હાએ થામ્યો કોંગ્રેસનો હાથ, કહ્યું ભાજપ વન મેન શો


સિન્હાએ કોંગ્રેસમાં જોડાતા પહેલા પણ કહ્યું હતું કે સિચ્યુએશન કોઈ પણ હોય, લોકેશન એ જ રહેશે. ત્યારે કોંગ્રેસે તેમને પટના સાહિબથી જ ટિકિટ આપી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK