હેં!? આકાશમાંથી નીચે પડી શાર્ક માછલી

Published: 27th October, 2012 06:24 IST

અમેરિકામાં એક વિચિત્ર ઘટનામાં બે ફૂટ લાંબી શાર્ક માછલી આકાશમાંથી ગૉલ્ફના મેદાનમાં પડી હતી. એટલું જ નહીં, એ જીવતી પણ હતી. બાદમાં કેટલાક લોકોએ તેને પાણીમાં છોડી દીધી હતી.




સાઉથ કૅલિફૉર્નિયામાં આવેલી ક્લબમાં આ ઘટના બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ક્લબથી પાંચ કિલોમીટર નજીક સમુદ્ર આવેલો છે એથી શક્ય છે કે કોઈ શિકારી પક્ષી આ શાર્કને ઉપાડી ગયું હોય. જમીન પર પડ્યા બાદ આ માછલીને થોડી ઈજાઓ પહોંચી હતી, પણ જ્યારે તેને પાણીમાં છોડવામાં આવી ત્યારે એ તરત તરવા માંડી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK