પીયુષ ગોયલે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ટ્વીટ કરીને માગી 125 શ્રમિક ટ્રેઇનની વિગતો

Published: May 25, 2020, 15:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

રેલવે પ્રધાન પીયુષ ગોયલે ટ્વીટ કરીને આ માગ કરી ત્યાર બાદ તેમને 125માંથી માત્ર 46 ટ્રેનોની જ વિગતો મળી છે જે આજે દોડાવવામાં આવી છે.

પીયુષ ગોયલ
પીયુષ ગોયલ

રેલવે પ્રધાન પીયુષ ગોયલે સોમવારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પાસે 125 શ્રમિક સ્પેશિયલ ટ્રેઇનની વિગતો માગી છે જેથી તે અંગે તૈયારી કરી શકે. રેલવે પ્રધાન પીયુષ ગોયલે ટ્વીટ કરીને આ માગ કરી ત્યાર બાદ તેમને 125માંથી માત્ર 46 ટ્રેનોની જ વિગતો મળી છે જે આજે દોડાવવામાં આવી છે.

પીયુષ ગોયલે કરેલા ટ્વીટમાંના એક ટ્વીટમાં તેમણે મહારાષ્ટ્ર સરકારને પ્રશ્ન કર્યો છે કે 125 શ્રમિક સ્પેશિયલ ટ્રેઇનનું લિસ્ટ ક્યાં છે? અત્યારે રાતના બે વાગે છે અને મને માત્ર 46 ટ્રેઇનની વિગતો મળી છે જેમાં 5 પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની છે જે અમે ચક્રવાતને કારણે નહીં ચલાવી શકીએ. અમે જણાવીએ છીએ કે 125ને બદલે માત્ર 41 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરવામાં આવશે કારણકે અમને અન્ય ટ્રેઇનનું લિસ્ટ મળ્યું નથી.

આ ટ્વીટ જાણે કે સરકારો વચ્ચે જંગ છેડાઇ હોય એવુ લાગે છે કારણકે મહારાષ્ટ્ર સરકારે એક ટેલિવીઝન રિપોર્ટ પ્રમાણે જણાવ્યું હતું કે તેમણે 200 ટ્રેઇનનું લિસ્ટ રેલવેને પહેલાથી જ મોકલી આપી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારની રાતે પીયુષ ગોયલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "ઉદ્ધવજી મને લાગે છે તમે દુરસ્ત અને સ્વસ્થ છો. તમારા સ્વાસ્થ્ય માટે મારી શુભેચ્છાઓ. આવતી કાલે અમે 125 શ્રમિક સ્પેશિયલ ટ્રેઇનો દોડાવવા માટે તૈયાર છીએ. તમે જણાવ્યું હતં કે તમારી પાસે શ્રમિકોનું લિસ્ટ તૈયાર છે. તેથી તમને રિક્વેસ્ટ કરું છું કે તમે તે બધી જ માહિતી શૅર કરો જેથી શ્રમિકોને તેમના ગંતવ્ય પ્રમાણેની ટ્રેઇનની વ્યવસ્થા મળી રહે. તેમજ તેમના મેડિકલ સર્ટિફિકેટ અને ટ્રેઇન ક્યાં જવાની છે તેનો પણ ખ્યાલ રહે. કૃપા કરીને આગામી એક કલાકમાં તમે તે લિસ્ટ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરને મોકલી આપશો તો રેલવે ટ્રેઇનોનાં સમય તે પ્રમાણે નક્કી કરી શકે."

પીયુષ ગોયલ સતત ટ્વીટ કરીને 125 ટ્રેઇનનું લિસ્ટ મહારાષ્ટ્ર સરકાર પાસેથી માગી રહ્યા હતા. અને છેલ્લે તેમણે લખ્યું કે, "Sadly, it has been 2.30 hours but the Maharashtra government has been unable to give the required information about tomorrow's planned 125 trains to the GM of Central Railway. Planning takes time and we do not want trains to stand empty at the stations; so it's impossible to plan without full details."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK