અમિતાભ, સુપ્રિયા સુળે અને જિતેન્દ્રએ પાણીનું બીલ નથી ભર્યું

Apr 03, 2014, 02:45 IST

સુધરાઈની વેબસાઇટ મુજબ પહેલી એપ્રિલના રોજ પાણીવેરો ન ભરનારા લોકોમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર તથા તેના પરિવારના સભ્યો, NCPના અધ્યક્ષ શરદ પવાર તથા તેમનાં પુત્રી સુપ્રિયા સુળે તથા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એ. આર. અંતુલેના પરિવારના સભ્યોનાં નામોનો સમાવેશ છે.




બિલ આપવાના ૪૫ દિવસ વીતી ગયા છતાં પણ જેમણે વૉટર ચાર્જિસ ચૂકવ્યા નથી તેમનાં નામોનો આ યાદીમાં સમાવેશ થાય છે. જો વેરો નહીં ભરવામાં આવે તો તેમનું વૉટર-કનેક્શન કટ કરવામાં આવશે.

પહેલી એપ્રિલના રોજ સુપ્રિયા સુળેએ ૫૬,૧૭૯ રૂપિયા, નર્ગિસ અંતુલેએ ૧૩,૦૨૬ રૂપિયા, અમિતાભ બચ્ચને ૩૫૩૮ રૂપિયા તથા ૭૫૪ રૂપિયા જ્યારે જિતેન્દ્ર કપૂરે ૨૭,૬૧૦ રૂપિયા ભરવાના બાકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK