શરદ પવારે શાંતિથી ૭૨મો જન્મદિન ઊજવ્યો

Published: 13th December, 2012 04:52 IST

શરદ પવારે ગઈ કાલે શાંતિથી તેમના ૭૨મા જન્મદિનની ઉજવણી કરી હતી.

રૂટીન ચેક-અપ કરાવવા બે દિવસ પહેલાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ થયેલા શરદ પવાર ગઈ કાલે સવારે જ ઘરે પાછા ફર્યા હતા. તેમણે પોતાનો જન્મદિન પરિવારના સભ્યો અને તેમની મુલાકાતે આવેલા પાર્ટીના અન્ય નેતાઓ સાથે ઊજવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ગૃહપ્રધાન આર. આર. પાટીલ,જાહેર બાંધકામ ખાતાના પ્રધાન છગન ભુજબળ, વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે પાટીલ અને એનસીપીના પ્રદેશાધ્યક્ષ મધુકર પિચડે શરદ પવારને તેમના ઘરે મળીને શુભેચ્છાઓ આપી હતી. શરદ પવારે કહ્યું હતું કે વિધાનસભાનું શિયાળુ સત્ર પૂરું થયા બાદ એનસીપીના નેતાઓની રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સાથે રાજ્યમાં પ્રવર્તતી પાણીની સમસ્યાની ચર્ચા કરવા માટે એક મીટિંગ ગોઠવવામાં આવશે. એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK