મહારાષ્ટ્રમાં હવે રચાશે 'ઠાકરે' સરકાર : સપા-કોંગ્રેસની સહમતી

Updated: Nov 22, 2019, 19:41 IST | Mumbai

સપાના અધ્યક્ષ શરદ પવાર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને શિવસેનાના તમામ સભ્યોએ ઉદ્ધવ ઠાકરના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા પર સહમતી બતાવી છે અને શનિવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

ઉદ્ધવ ઠાકરો
ઉદ્ધવ ઠાકરો

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલેલી મેરેથોન રાજતીય ડ્રામાનો હવ અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે કોંગ્રેસ-સપા-શિવસેનાના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠક પુરી થઇ ગઇ છે. જેમાં સપાના અધ્યક્ષ શરદ પવાર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને શિવસેનાના તમામ સભ્યોએ ઉદ્ધવ ઠાકરના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા પર સહમતી બતાવી છે અને શનિવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.જાણો, બેઠકમાં કોણ હતું હાજર...
મુંબઇના નહેરૂ સેન્ટરમાં ત્રણેય દળોની મળેલી મહત્વની બેઠકમાં અહમદ પટેલ, પૃથ્વીરાજ ચોહાણ, એકનાથ શિંદે, શરદ પવાર, જયંત પાટિલ, સુભાષ દેસાઇ અને પ્રફુલ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

જાણો, શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ...
શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે એ બેઠક બાદ કહ્યું-ત્રણે પક્ષો વચ્ચે પ્રથમ વાર બેઠક થઈ. ઘણાં મુદ્દે અમારી વાતચીત થઈ. અમે એવો કોઈ મુદ્દો ઈચ્છતા નથી જે છુટે.

સરકારમાં શિવસેના-કોંગ્રેસ-NCPના 16-15-12 પ્રધાનો સમાવાય તેની સંભાવના
મહારાષ્ટ્રના રાજકારણના ગરમાવા વચ્ચે શિવસેનાના મુખ્યપ્રધાન અને કોંગ્રેસ-NCPમાંથી 1-1 નાયબ મુખ્યપ્રધાન હોય શકે છે. તેમજ પ્રધાનમંડળમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના અનુક્રમે 16-15-12 પ્રધાનો સમાવાય તેવી સંભાવનાઓ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK