Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારે કહ્યું સરકાર બનવામાં હજુ સમય લાગશે, સામનામાં ભાજપ પર પ્રહારો

શરદ પવારે કહ્યું સરકાર બનવામાં હજુ સમય લાગશે, સામનામાં ભાજપ પર પ્રહારો

16 November, 2019 09:10 PM IST | Mumbai

શરદ પવારે કહ્યું સરકાર બનવામાં હજુ સમય લાગશે, સામનામાં ભાજપ પર પ્રહારો

શરદ પવારે કહ્યું સરકાર બનવામાં હજુ સમય લાગશે, સામનામાં ભાજપ પર પ્રહારો


મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર હજુ વધુ સસ્પેન્સ બની રહ્યા છે. મળી રહેલ માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથેની એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે. તો શરદ પવારે સરકાર બનવાના મુદ્રે પોતાનો સુર બદલતા કહ્યું કે રાજ્યમાં સરકાર બનાવવામાં હજી થોડો સમય લાગી શકે છે.

ત્યારે બીજી તરફ શિવસેનાએ પોતાના સામનામાં તંત્રી લેખના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેનાએ ‘105 ચિલ્લાહટ... ઔર પાગલો કા ઘોડાબજાર’ ના હેડથી તંત્રી લેખ લખી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ પર પ્રહારો કર્યા હતા.

સરકાર બનવામાં વાર લાગશે પણ 5 વર્ષ માટે સ્થાયી બનશે
નાગપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય નિતિન રાઉતના ઘરે પહોંચેલા પવારે વચગાળાની ચૂંટણીની શક્યતાઓ નકારી દીધી છે. તેમણે કહ્યું છે કે, સરકાર બનવામાં ભલે થોડી વાર લાગે પરંતુ રાજ્યમાં 5 વર્ષ માટે સ્થાયી સરકાર બનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં સરકાર ગઠનના મુદ્દે એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે દિલ્હીમાં બેઠક થવાની છે. સોનિયાને મળવા માટે પવાર 17 અથવા 18 ડિસેમ્બરે દિલ્હી જવાના છે. અત્યારે ત્રણ પક્ષની વચ્ચે સરકાર ગઠન પહેલાં ડ્રાફ્ટ કરવામાં આવેલા કોમન મિનિમમ પ્રોગ્રામ પર સીનિયર નેતાઓની મંજૂરી બાકી છે.




જાણો, સામનામાં શિવસેનાએ શું લખ્યું...
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ શાસન લાગ્યા પછી 105 વાળાઓનો આત્મવિશ્વાસ ફીણ બનીને નીકળી રહ્યો છે. એવું લાગે છે કે જાણે મુંબઈ કિનારાના અરબ સાગરની લહેરો ઉછાળા મારે છે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે તેમના ધારાસભ્યોને ખૂબ વિનમ્રતાથી કહ્યું છે કે, બિન્દાસ્ત રહો, રાજ્યમાં ફરી ભાજપની સરકાર આવી રહી છે.

જેની પાસે 145નો આંકડો છે તેની સરકાર બનશે : અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે, રાજ્યમાં જેમની પાસે 145નો આંકડો છે તેમની જ સરકાર આવશે અને તે જ બંધારણીય રીતે યોગ્ય છે. જોકે હવે જે લોકો એવું કહી રહ્યા છે કે, હવે ભાજપની સરકાર બનશે તે 105 વાળા પહેલાં જ રાજ્યપાલને મળીને કહી ચૂક્યા છે કે, અમારી પાસે બહુમતી નથી. તેથી સરકાર બનાવવા માટે અમે અસમર્થ છીયે. આવું કહેનારા લોકો, હવે રાષ્ટ્રપતિ શાસન લાગતા જ ‘હવે માત્ર અમારી સરકાર બનશે’ની વાતો કહી રહ્યા છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

રાષ્ટ્રપતિ શાસન બાદ તેમની પાસે બહુમતી કઇ રીતે આવી ગઇ : શિવસેના
ભાજપ આ વાત કયા મોઢેથી કહે છે. જે બહુમતી પહેલાં તેમની પાસે નહતી, તે બહુમતી રાષ્ટ્રપતિ શાસન લાગવાથી કેવી રીતે મળી ગઈ? આ સવાલ તો છે જ, પરંતુ અમે લોકતંત્ર અને નૈતિકતાનું ખુન કરીને ‘આંકડા’ જોડી શકીયે છીયે, જેવી ભાષા મહારાષ્ટ્રની પરંપરાને શોભા નથી આપતી. રાષ્ટ્રપતિ શાસનના પડદા પાછળ ઘોડાબજાર લગાવવાની તરકીબ હવે સ્પષ્ટ થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 09:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK