શરદ પવાર બગીચામાં ચાલતા ચાલતા પડી જતા ઈજાગ્રસ્ત

Published: 3rd December, 2014 05:13 IST

ઈજાગ્રસ્ત પવારને એર એમ્બ્યુલેન્સ મારફતે મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલ લાવવામાં આવ્યાSharad Pawar injured, taken to Mumbai


નવી દિલ્હી : તા, 03 ડિસેમ્બર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર ગાર્ડનમાં ચાલતા ચાલતા પડી જતા ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું તથા પીઠના ભાગે પણ ઈજા પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સારવાર અર્થે શરદ પવારને એરએમ્બ્યુલન્સ મારફતે મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલ લાવવામાં આવશે.

શરદ પવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે શરદ પવાર દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનમાં આવેલા ગાર્ડનમાં આજે સવારે મોર્નિંગ વોક (ચાલી) કરી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જમીન પર પડી જતાં તેમને ઈજા પહોંચી હતી. એનસીપી અધ્યક્ષના પગમાં ફ્રેક્ચર થયું હતું અને પીઠના ભાગે પણ ઈજા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પવારની તત્કાળ તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં તેમને એર એમ્બ્યુલેન્સની મારફતે મુંબઈ ખાતેની જાણીતી બીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. 


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK