શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને સંજય નિરૂપમે BMCની ટિકા કરી

Updated: Sep 09, 2020, 22:03 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બીએમસી થકી એક્શન લેવાનું શિવસેના સરકાર માટે ભારે પડી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકારમાં કોંગ્રેસ-એનસીપીએ આ વિવાદથી છેડો ફાડ્યો છે અને શિવસેના સરકારના આ પગલા સામે સવાલો ઉભા કર્યા છે

બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)ની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ થયું છે તેની નોટિસ ફટકાર્યા પછી આજે સવારે વધારાના બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેના વિરુદ્ધ અભિનેત્રીએ મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પછી કોર્ટે આ તોડકામ પર સ્ટે મુકી દીધો છે. કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન હસ્તક કાશ્મીર સાથે કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો.

કંગના રનોટની ઓફિસના તોડકામ બાબાતે હાઈકોર્ટે બુધવારે સ્ટે આપ્યો હતો અને કોર્ટે પાલિકાને ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધીમાં અભિનેત્રીની અરજી પર જવાબ ફાઈલ કરવા જણાવ્યું છે.

બીએમસી થકી એક્શન લેવાનું શિવસેના સરકાર માટે ભારે પડી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકારમાં કોંગ્રેસ-એનસીપીએ આ વિવાદથી છેડો ફાડ્યો છે અને શિવસેના સરકારના આ પગલા સામે સવાલો ઉભા કર્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારે આ પગલાને બિનજરુરી ગણાવ્યું હતું. 

એનસીપીના ચીફ શરદ પવારનું કહેવુ હતું કે બીએમસીની બિનજરુરી કાર્યવાહીએ કંગનાને બોલવાની તક આપી છે. મુંબઇમાં ઘણા બધા ગેરકાયદેર બાંધકામ છે. હવે એ જોવાનું રહ્યુ કે અધિકારીઓએ આ નિર્ણય કેમ લીધો. પુરતી વિગતો ન મળે ત્યાં સુધી હું પ્રતિક્રિયા આપીશ નહીં પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા લોકોના મનમાં શંકા ઉભી થાય.

મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વીટ કરી હતી કે કંગનાની ઓફિસ ગેરકાયદેસર હતી કે ડિમોલિશ પ્રક્રિયા ખોટી હતી. કારણ કે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહીને ખોટી ઠેરવી રોક લગાવી હતી. બીએમસીની સમગ્ર કાર્યવાહી બદલો લેવાની વૃત્તિથી ઓતપ્રોત હતો. આશંકા છે કે ઓફિસના ચક્કરમાં શિવસેનાના ડિમોલેશનની પ્રક્રિયા શરુ ના થઇ જાય. 

વિરોધી પક્ષનેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે આખા દેશમાં પોતાની છબી ખરાબ કરી છે. ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યું કે જે તમારા વિરોધમાં બોલ્યા તેમના ઉપર તમે આવો હૂમલો કર્યો છે. કોઈ સરકારની વિરોધમાં બોલે તો તેનું બાંધકામ તોડી પાડવાનું પછી ભલે તે કાયદેસર હોય?.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK