ન્યૂયૉર્ક અને શિકાગો તેમજ યૂરોપના મોટા શહેરો સાથે હોડમાં છે શંઘાઈ, જાણો કેમ

Published: Aug 15, 2019, 18:58 IST | મુંબઈ ડેસ્ક

આ શહેર વિકાસના ધોરણે એટલું આગળ નીકળી ગયું કે તે ન્યૂયૉર્ક અને શિકાગો સાથે યૂરોપના કેટલાય નામી શહેરો સાથે હોડમાં છે.

શંઘાઈ
શંઘાઈ

શંઘાઇ શહેર આજે ન્યૂયૉર્ક અને શિકાગો સાથે યૂરોપના અનેક નામી શહેરો સાથે હોડમાં છે. પોતાના ત્યાં ગગનચૂંબી ઇમારતો વિના પણ આ દેશની છટા કાંઇક જુદી જ છે.

ભારતના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મુંબઇને શંઘાઇ જેવું બનાવવાનનું સપનું સેવ્યું હતું, પણ એવું શક્ય થયું નહીં અને દરમિયાન ચીનની આર્થિક તેમ જ નાણાંકીય ગતિવિધિઓનો સૌથી મોટો કેન્દ્ર બનીને ઉભરી આવેલું આ શહેર વિકાસના ધોરણે એટલું આગળ નીકળી ગયું કે તે ન્યૂયૉર્ક અને શિકાગો સાથે યૂરોપના કેટલાય નામી શહેરો સાથે હોડમાં છે.

અનોખા શિલ્પ લેસ ગગનચુંબી ઇમારતો, ચોખ્ખાં રસ્તાઓ, ભૂમિગત રેલસેવાના સઘન સંચાર સાથે સુંદર તેમન અનુશાસિત પરિવહન વ્યવસ્થા અને દેશી તેમજ વિદેશી પર્યટકોને દંગ કરી દેતા નાના કેન્દ્રોથી શંઘાઈની છટા જોઇને ભારત-ચીન મીડિયા ફોરમમાં આવેલા દળને મનમોહન સિંહનો અધૂરો વાયદો યાદ આવી ગયો.

આની સાથે જ આ વસ્તુનો પણ ખ્યાલ આવી ગયો કે ચીન જેવા વિકાસ માટે ભારતે હજી કેટલું બધું કરવાનું બાકી છે. શંઘાઈના ચમત્કારિક વિકાસ વિશે વાત કરતી વખતે મુંબઇનો ઉલ્લેખ કરતાં શંઘાઈ પબ્લિક ડિપ્લોમસી એસોસિએશનના ઉપાધ્યાક્ષ તાઓ શૂમિંગે ભારતીય મીડિયા દળને જણાવ્યું કે અમારું આગામી લક્ષ્ય શંઘાઇને નૉલેજ સિટી તરીકે ઉપર લાવવાનો છે. વિશ્વના છાત્રોને અધ્યયન માટે આકર્ષિત કરવું છે. શંઘાઈ આર્થિક-વ્યાપારિક ગતિવિધિઓની સાથે સાથે સાંસ્કૃતિક રીતે પણ સમૃદ્ધ થઈ રહ્યું છે અને તેનું પ્રમાણ હાલ શંઘાઈમાં આયોજિત ચીન-બ્રાઝિલ વિઝ્યુઅલ ફેસ્ટિવલ સાથે શંઘાઈ પુસ્તક મેળો પણ આપે છે.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

પ્રકાશન ઉદ્યોગનું ગઢ બનેલાં શંઘાઈના આ વર્ષના પુસ્તક મેળામાં યૂરોપ-અમેરિકાના મોટા પ્રકાશન અને નામી લેખક પણ ભાગ લઈ રહ્યા છે. આવા સમારંભોમાં અને શાળાઓમાં ઉનાળાની રજાઓને કારણે શંઘાઈ હાલ દેશી વિદેશી પર્યટકોથી ભરાયેલું છે. તાઓ શૂમિંગ પ્રમાણે દર વર્ષે વિશ્વમાંથી લગભગ 80 લાખ જેટલા પર્યટકો શંઘાઈ આવે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK