પ્લાસ્ટિકની થેલીઓ, થાળી, વાટકા કે પાણીની બૉટલોનો ઉપયોગ કરીશ નહીં

Published: Oct 02, 2019, 09:55 IST | શૈલેષ નાયક | અમદાવાદ

આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીમાં ગુજરાતની સ્કૂલોના લાખો વિદ્યાર્થીઓ લેશે આ સંકલ્પ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

‘હું પ્લાસ્ટિકમાંથી બનાવેલી થેલી, થાળી, વાટકા, ગ્લાસ, કપ કે પાણીની બોટલોનો ઉપયોગ કરીશ નહીં.’ આવતી કાલે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીમાં ગુજરાતની સ્કૂલોના લાખ્ખો વિદ્યાર્થીઓ આ સંકલ્પ લેશે. આ સંકલ્પ લેવડાવવા માટે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામકે સૂચના આપવા ઉપરાંત કેટલા શિક્ષકોએ કેટલી ખાદી, કેટલી કિંમતની ખરીદી તેની વિગતો આપવા સૂચના આપી છે.

જેમાં દરેક શાળામાં નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ...નું સમૂહગાન શાળામાં કરાવવાનું રહેશે. ગાંધીજીના જીવનના પ્રસંગોનો વાર્તાલાપ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરવાનો રહેશે જેમાં ગાંધીજીના પ્રેરક પ્રસંગો બાળકો સમક્ષ કરવાના રહેશે. અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તેને ધ્યાનમાં લઈને બાળકોમાં આ નિયમ શાળા કક્ષાએથી દૃઢ થાય અને સમાજમાં તેનું અનુકરણ થાય તે ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકમુક્ત ભારતનો સંકલ્પ લેવડાવવાનો રહેશે.

આ પણ વાંચો : PM મોદી ગાંધી જયંતી નિમીતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે

આ ઉપરાંત ગાંધી જયંતી નિમિત્તે શિક્ષકો દ્વારા ખાદી ખરીદાય છે તેમાં ચાલુ વર્ષે શિક્ષકો દ્વારા ખાદી ખરીદે તેવી વ્યવસ્થા જિલ્લામાં ગોઠવવા સૂચના આપી છે અને કેટલા શિક્ષકોએ ખાદી ખરીદી તથા કેટલી કિંમતની ખાદીની ખરીદી તેની વિગતો જિલ્લાના નોડલ ઑફિસરને તા. ૨ ઑક્ટોબરે બપોરે બે વાગ્યા સુધીમાં વોટસએપ મારફતે પૂરી પાડવા સૂચના આપી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK