Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ સાથે અબરામ પણ પહોંચ્યો ભુજ

શાહરુખ સાથે અબરામ પણ પહોંચ્યો ભુજ

02 February, 2016 03:22 AM IST |

શાહરુખ સાથે અબરામ પણ પહોંચ્યો ભુજ

શાહરુખ સાથે અબરામ પણ પહોંચ્યો ભુજ



abRam


ગુજરાતના બૂટલેગર અબ્દુલ લતીફની લાઇફ પરથી બની રહેલી ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે શાહરુખ ખાન ગઈ કાલે સાંજે ભુજ પહોંચી ગયો હતો. ભુજ ઉપરાંત કચ્છની અન્ય પાંચ જગ્યાએ પણ શૂટિંગ થવાનું છે, પણ શાહરુખનું શૂટ એક દિવસ પછી શરૂ થવાનું હોવાથી શાહરુખ ખાનને એક દિવસનું વેકેશન છે. આ વેકેશન દીકરા અબરામ સાથે વિતાવવા મળે એ માટે શાહરુખ ખાન અબરામને પણ પોતાની સાથે ભુજ લાવ્યો છે. શાહરુખ સાથે આવેલા અબરામને ફોટોગ્રાફરો ઓળખી ન જાય કે મીડિયાનો જમેલો જોઈને તે હેબતાઈ ન જાય એ માટે અબરામનું મોઢુ સંતાડી દેવામાં આવ્યું હતું. અબરામની સાથે બે આયા પણ આવી છે જે અબરામનું ધ્યાન રાખશે.



ડૅડી સાથે શૂટિંગ પર આવેલા શાહરુખ ખાનના ચિરંજીવના બન્ને હાથમાં બે તિરંગા હતા. આ બે તિરંગામાંથી એક તિરંગો પડી ગયો તો અબરામે બીજી જ સેકન્ડ રાડ પાડીને એ સાથે લઈ લેવા કહ્યું હતું. અબરામના કહેવાથી તેની સાથે ચાલતી આયાએ તિરંગો લઈ લીધો હતો.

શાહરુખ ખાન ભુજની રૉયલ રિજેન્ટામાં ઊતર્યો છે. શક્ય છે કે શાહરુખ અબરામને વાઇટ ડેઝર્ટ લઈ જાય. જોકે શાહરુખનો કોઈ કાર્યક્રમ જાહેર થવા દેવામાં આવ્યો નથી. અબરામ સાથે આવ્યો હોવાથી શાહરુખની સિક્યૉરિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2016 03:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK