Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઍરપોર્ટ પર અબરામને પબ્લિકથી બચાવવા શું ટ્રિક વાપરી શાહરુખે?

ઍરપોર્ટ પર અબરામને પબ્લિકથી બચાવવા શું ટ્રિક વાપરી શાહરુખે?

09 April, 2017 07:54 AM IST |

ઍરપોર્ટ પર અબરામને પબ્લિકથી બચાવવા શું ટ્રિક વાપરી શાહરુખે?

ઍરપોર્ટ પર અબરામને પબ્લિકથી બચાવવા શું ટ્રિક વાપરી શાહરુખે?



abram



રશ્મિન શાહ

મૂળ પ્રોગ્રામ મુજબ ગઈ કાલે રાતે તે રાજકોટમાં રોકાઈને ટીમ સાથે પહેલી જીતની પાર્ટી કરવાનો હતો, પણ અર્જન્ટ મીટિંગ હોવાથી કિંગ ખાન અબરામને લઈને મુંબઈ આવવા નીકળી ગયો હતો. જોકે એ વાત મીડિયાથી માંડીને ફૅન્સમાં લીક થઈ જતાં અને એને લીધે શાહરુખ અને અબરામને જોવા ઍરપોર્ટ પર જબરદસ્ત ભીડ થઈ જતાં શાહરુખે અબરામ સાથે રહેતી તેની કૅરટેકર અને અબરામને ઍરપોર્ટની બહાર લોકલ નંબરની મારુતિ સુઝુકીની અલ્ટો કારમાં શિફ્ટ કરીને બન્નેને પહેલાં રવાના કરી દીધાં હતાં જેથી તેઓ સેફલી ઍરપોર્ટ પહોંચી જાય અને ફૅન્સની ભીડ તેમને નડે નહીં. તેઓ ઍરપોર્ટ પહોંચી ગયાં એ પછી બેએક મિનિટ બાદ શાહરુખ પોતાની મર્સિડીઝ કારમાં ઍરપોર્ટ ગયો હતો.

બન્યું એવું જ કે શાહરુખને જોઈને ફૅન્સ એ સ્તરે તેને વીંટળાઈ વળ્યા કે શાહરુખને વીસેક મિનિટ જેટલો સમય બહાર જ થઈ ગયો. છેલ્લે પોલીસે આવીને તેને ફૅન્સ વચ્ચેથી બહાર કાઢવો પડ્યો અને ઍરપોર્ટના બિલ્ડિંગમાં પહોંચાડવો પડ્યો. મજાની વાત એ છે કે ઍરપોર્ટમાં દાખલ થયા પછી શાહરુખે સૌથી પહેલાં અબરામને તેડી લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2017 07:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK