Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રાઇડલ વેઅરના નવા રંગો

બ્રાઇડલ વેઅરના નવા રંગો

01 June, 2019 11:17 AM IST |
અર્પણા શિરીષ - શાદી મેં ઝરૂર આના

બ્રાઇડલ વેઅરના નવા રંગો

ઘેરા લીલા ઘાઘરા સાથે કોન્ટ્રાસ્ટ લાલ ઓઢણી, સી ગ્રીન ચણ્યાચોળી રિસેપ્શન માટે સ્પેશિયલ અને સાથે જ ગ્રે હવે ડલ નહીં, પણ રૉયલમાં સ્થાન પામ્યો છે.

ઘેરા લીલા ઘાઘરા સાથે કોન્ટ્રાસ્ટ લાલ ઓઢણી, સી ગ્રીન ચણ્યાચોળી રિસેપ્શન માટે સ્પેશિયલ અને સાથે જ ગ્રે હવે ડલ નહીં, પણ રૉયલમાં સ્થાન પામ્યો છે.


શાદી મેં ઝરૂર આના

તમે લગ્નમાં જાવ અને દુલ્હને બ્લુ કે કાળાશ પડતા ઘેરા લીલા રંગનું પરિધાન પહેર્યું હોય તો સૌથી પહેલો વિચાર એવો જ આવે કે લગ્નમાં તો લાલ લીલું જ સારું લાગે, પણ હવે જમાનો બદલાયો છે, અને બધું જ જ્યારે થીમ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે, એમ દુલ્હનોનાં કપડાંના રંગ પણ બદલાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સેલિબ્રિટી દુલ્હનોમાંથી પ્રેરણા લઈને સામાન્ય યુવતીઓ પણ પોતાનાં લગ્નમાં નિતનવા રંગોનો ઉપયોગ કરી રહી છે. જાણીએ આ વિશે ફેમસ ફૅશન ડિઝાઇનર અર્પિતા મહેતાનું શું કહેવું છે.



ડેસ્ટિનેશન વેડિંગ


આજે ડેસ્ટિનેશન વેડિંગનો જમાનો છે. લોકો દુનિયા ફરે છે અને દુનિયાના વિવિધ રીતરિવાજોને પણ પોતાની રીતે અપનાવવાનો પ્રયાસ કરે છે, એવું સમજાવતાં અર્પિતા મહેતા કહે છે, ‘આજે લોકો પોતાને શું જોઈએ છે એ પ્રત્યે વધારે સજાગ બન્યા છે. નવા નવા પ્રયોગો કરવામાં તેઓ અચકાતા નથી. એ પ્રમાણે જ ડેસ્ટિનેશન વેડિંગ હોય ત્યારે સ્થળ, ત્યાંની થીમ, ત્યાંની દુલ્હનોનાં પરિધાનો - આ બધું ધ્યાનમાં રાખીને હવે યુવતીઓ પોતાનાં લગ્નનાં ચણિયાચોળીના રંગ પસંદ કરી રહી છે.’

અનોખા રંગો


હવે લાલ અને લીલા સિવાયના રંગો પણ ધ્યાનમાં લેવાઈ રહ્યા છે. અનોખા એવા મોરપીંછ જેવો લીલો, બ્લુ કાળાશ પડતો મરૂન, પીળો, ગ્રે, આકાશી જેવા રંગો હવે બ્રાઇડલ વેરમાં પણ જોવા મળી રહ્યા છે. કયો રંગ સૌથી વધુ ઇન છે એ વિશે અર્પિતા કહે છે, ‘પેસ્ટલ શેડમાં પિંક એક એવો રંગ છે જે એટલો પસંદ કરાઈ રહ્યો છે, કે યુવતીઓ લગ્નના ઓછામાં ઓછા એક પ્રસંગમાં આ રંગ પહેરવાનું પસંદ કરી રહી છે. એ સિવાય હળદર જેવો પીળો રંગ પણ ટ્રેડિશનલ દેખાવાની સાથે ટ્રેન્ડી પણ લાગે છે.’

ક્યારે કરવો એક્સપેરિમેન્ટ?

આવા રંગો લગ્નના મુખ્ય પ્રસંગ સિવાયનાં ફંક્શનમાં પહેરવા જોઈએ. જોકે પોતાના પર કૉન્ફિડન્સ હોય અને શોભતું હોય તો, ફેરા સમયે પણ પહેરી શકાય. લગ્ન એ લાઇફટાઇમ મેમરી આપે છે. એટલે આજે કોઈ પણ રંગ ફેશન પ્રમાણે પહેરી લીધો અને દસ વર્ષ પછી જ્યારે લગ્નના ફોટા જુઓ ત્યારે અફસોસ ન થવો જોઈએ કે આ મેં શું પહેરી લીધું? ફેરા જેવા પ્રસંગોમાં હજીયે ટ્રેડિશનલ રંગો પહેરવા વધુ સારા, પણ જો થીમની ડિમાન્ડ હોય તો બીજા રંગો પણ પહેરી શકાય.

પરંપરાગત વર્સસ આધુનિક

ફેરા સમયે રંગ ગમે તે પસંદ કરો, પણ પૅટર્ન અને ડિઝાઇન પરંપરાગત રાખવી જોઈએ, એવું સમજાવતાં અર્પિતા મહેતા કહે છે, ‘આજે ઝાલરવાળી સાડી, ક્રૉપ ટૉપ, ઘરારા પેન્ટ, ગાઉન વગેરે ડિઝાઇનનાં પરિધાનો બ્રાઇડલ વેરમાં મુખ્ય બન્યાં છે, જેનો વપરાશ સંગીત, મેંદી, રિસેપ્શન વગેરે ફંક્શનમાં કરી શકાય. ફેરામાં પરંપરાગત સ્ટાઇલમાં ઘાઘરા-ચોલી અને દુપટ્ટો અથવા સાડી વધુ સુંદર લાગે છે. થોડા સમય પહેલાંનું જ ઉદાહરણ લઈએ તો દીપિકા પાદુકોણે તેનાં મુંબઈનાં બન્ને રિસેપ્શનમાં પરિધાનોમાં પ્રયોગો કર્યા હતા, પણ લગ્ન સમયે તેણે પરંપરાગત લાલ કાંજીવરમ સાડી પહેરી હતી.’

સ્કિન ટોન પ્રમાણે રંગોની પસંદગી

નવા રંગો ટ્રેન્ડમાં તો છે, પણ એ તમારા સ્કિન ટોન સાથે મૅચ થાય છે કે નહીં એ ચેક કરો અને પછી જ એ અપનાવો. બધા જ રંગો બધાને શોભે એ જરૂરી નથી. રંગ એટલો બધો પણ હાઇલાઇટ ન થવો જોઈએ કે એમાં દુલ્હનનો ચહેરો જ ખોવાઈ જાય એટલે બ્રાઇડલ વેરમાં રંગની પસંદગી એ રીતે કરો કે એમાં કપડાં નહીં, પણ દુલ્હન ખીલી ઊઠે.

જ્વેલરી કેવી પહેરવી

ચણિયાચોળીમાં રંગ થોડા અનોખા હોય ત્યારે જ્વેલરી થોડી સિમ્પલ હશે તો સુંદર લાગશે. જડાવ અથવા પોલકી ડાયમંડ જ્વેલરી પહેરી શકાય. મીનાકારી જ્વેલરીનો પણ હાલ ટ્રેન્ડ છે, પણ આવા રંગો સાથે જ્વેલરીમાં પણ જો રંગ ઉમેરશો તો ન તો જ્વેલરી ખીલશે ન તો ડ્રેસ.

આ પણ વાંચો : કૉલમ : પ્રભુતામાં પાડો સ્ટાઇલિશ પગલાં

વાઇટ: એક સદાબહાર ચૉઇસ

પહેલાં એવું માનવામાં આવતું હતું કે પૂરું પ્લેન સફેદ સારા પ્રસંગોમાં ન પહેરાય, પણ હવે એવું નથી. સફેદ રંગ પણ એટલો જ સારી રીતે ખીલી શકે છે જો એને યોગ્ય રીતે પહેરવામાં આવે. ખાસ કરીને ઑફ વાઇટ શેડ ખૂબ સુંદર લાગે છે. ગયા વર્ષે સોનમ કપૂર પરણી ત્યારે તેણે પોતાના સંગીત ફંક્શનમાં ઑફ વાઇટની થીમ રાખી હતી, જેમાં દુલ્હા-દુલ્હન તો ઠીક, આવેલા મહેમાનો પણ ઑફ વાઇટ પહેરીને આવ્યા હતા. એ સિવાય ડેકોરેશન પણ સફેદ ફૂલોનું જ કરવામાં આવ્યું હતું, જે જોવામાં ખૂબ સુંદર લાગતું હતું. આપણે ત્યાં આમ પણ પાનેતર સફેદ અને લાલ જ પહેરાય છે. ત્યારે સફેદ સાથે ગોલ્ડ કે સિલ્વરના કૉમ્બિનેશનવાળા ચણિયાચોળી પ્રાસંગિક અને સુંદર લાગે છેસ અને આ રંગ એવો છે જે લગ્નના મુખ્ય પ્રસંગમાં પણ પહેરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2019 11:17 AM IST | | અર્પણા શિરીષ - શાદી મેં ઝરૂર આના

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK