મારી પત્નીને સેક્સ દરમિયાન યોનિપ્રવેશ વખતે દુખાવો થાય છે. કોઈ ઉપાય બતાવો

Published: Sep 26, 2019, 15:10 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

સ્કૂલમાં ભણતો હતો ત્યારે જે મારો પહેલો ક્રશ હતો તેની સાથે જ મારાં લગ્ન થયાં છે. પરિવારનો વિરોધ હતો એટલે અમે લગ્ન પહેલાં ફિઝિકલી આગળ વધવાનું ટાળતા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : સ્કૂલમાં ભણતો હતો ત્યારે જે મારો પહેલો ક્રશ હતો તેની સાથે જ મારાં લગ્ન થયાં છે. પરિવારનો વિરોધ હતો એટલે અમે લગ્ન પહેલાં ફિઝિકલી આગળ વધવાનું ટાળતા હતા. પરિવારની ઐસીતૈસી કરીને આખરે અમે લગ્ન કર્યાં અને એક થયાં. હવે મારી મૂળ સમસ્યા આવે છે કે લગ્નને છ મહિના થઈ ચૂક્યા હોવા છતાં હજી સુધી અમે ઇન્ટરકોર્સ નથી કરી શક્યા. મારી વાઇફ ખૂબ શરમાળ છે, પરંતુ રોમૅન્ટિક પણ છે એટલે ફોરપ્લે દરમ્યાન તે ખીલી ઊઠે છે. એનાથી આગળ વધીએ એટલે કે યોનિપ્રવેશ કરવાની કોશિશ કરું એટલે તેને દુખાવો થવા લાગે છે. મૅરેજ પછી અમે હનીમૂન માટે ચાર દિવસ બહાર ગયેલાં ત્યાં પણ અમે માત્ર ફોરપ્લે જ કરેલું. અમે પરસ્પરને મુખમૈથુન કરી આપીએ છીએ, હસ્તમૈથુન કરી આપીએ છીએ, પણ સમાગમ નથી થઈ શકતો. ઇન્દ્રિયપ્રવેશ થાય છે, પણ પત્નીને બહુ દુખે છે એટલે વચ્ચે જ અટકી જઈએ છીએ. છેલ્લા બે મહિનાથી તો અમે સમાગમનો પ્રયત્ન પણ નથી કર્યો; ઓરલ સેક્સથી જ પરસ્પરને સંતોષી લઈએ છીએ. તેની પણ ઇચ્છા છે કે તે ઇન્ટરકોર્સ કરે, પણ પીડાને કારણે અમે આગળ નથી વધી શકતાં.

જવાબ : પહેલી વાર જ્યારે ઇન્દ્રિયને યોનિમાર્ગમાં મૂકવામાં આવે ત્યારે સામાન્ય કરતાં થોડુંક વધુ દુખે એ સહજ છે, પણ થોડાક પ્રયત્નથી એ કામ આસાન થઈ જતું હોય છે. કાં તો તમે થોડાક દુખાવાથી ડરીને પ્રવેશ કરતાં અચકાતા રહ્યા છો કાં પછી ખરેખર તમે સિન્સિયર પ્રયત્ન કર્યા પછી પણ સમાગમ શક્ય બન્યો નથી.

યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોય તોપણ પેનિટ્રેશન દરમ્યાન પીડા થઈ શકે છે. હવે ફોરપ્લે પછી યોનિમાર્ગમાં પૂરતી ચીકણાહટ આવી છે એવું ચેક કર્યા પછી બે ટકા કૉન્સન્ટ્રેશનવાળી ઝાયલોકેન જેલી યોનિમાર્ગની આસપાસ લગાવો. એમ કરવાથી પત્નીને દુખાવાની સંવેદના ઘટી જશે. એ પછી તમે ઇન્દ્રિયપ્રવેશ કરવાનો પ્રયત્ન કરો. મોટા ભાગે આ પ્રયોગ કરવાથી યોનિપ્રવેશ સરળ થઈ જશે ને તમે સફળ સમાગમ માણી શકશો. ધારો કે આ પ્રયોગ પણ નિષ્ફળ જાય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. રૅર કેસમાં સ્ત્રીઓમાં વેજિનિસ્મસની તકલીફ જોવા મળે છે. આવું કંઈક હોય તો નિદાન થવું જરૂરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK