વ્હેલની સાત કિલો ઊલટી થાઇલૅન્ડના આ માછીમારને બનાવશે ૧.૭ કરોડનો આસામી

Published: 22nd January, 2021 09:29 IST | Mumbai correspondent | Mumbai

વ્હેલ માછલીની ઊલટીથી બનતો આ સખત પદાર્થ એમ્બરગ્રીસ નામે ઓળખાય છે. મીણ જેવો એ પદાર્થ ઘણી વખત મરેલી સ્પર્મ વ્હેલ માછલીના પેટમાંથી પણ મળે છે.

વ્હેલની સાત કિલો ઊલટી થાઇલૅન્ડના આ માછીમારને બનાવશે ૧.૭ કરોડનો આસામી
વ્હેલની સાત કિલો ઊલટી થાઇલૅન્ડના આ માછીમારને બનાવશે ૧.૭ કરોડનો આસામી

થાઇલૅન્ડના સૉન્ગખલા પાસે સમીલા બીચ પર માછીમારી કરતા ૨૦ વર્ષના માછીમાર ચાલેરમચાઈ મહાપનને અચાનક લૉટરી લાગી ગઈ હોય એવો લાભ થયો હતો. તેને વ્હેલ માછલીએ વૉમિટમાં કાઢેલો સાતેક કિલો જેટલો પદાર્થ હાથ લાગ્યો હતો. વ્હેલ માછલીની ઊલટીથી બનતો આ સખત પદાર્થ એમ્બરગ્રીસ નામે ઓળખાય છે. મીણ જેવો એ પદાર્થ ઘણી વખત મરેલી સ્પર્મ વ્હેલ માછલીના પેટમાંથી પણ મળે છે. એ સાત કિલો એમ્બરગ્રીસની કિંમત લગભગ ૧.૭ કરોડ રૂપિયા અંદાજવામાં આવે છે એટલે ચાલેરમચાઈ મહાપનને લૉટરી લાગી હોય એટલી ખુશી છે, કારણ કે ખાદ્ય પદાર્થો અને પીણાંમાં વપરાતા કાળાશ પડતા રાખોડી રંગના એ પદાર્થનો એક કિલોનો ભાવ ૨૪ લાખ રૂપિયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK