નાલાસોપારામાં ગૅસનું રેગ્યુલેટર બંધ ન કરવાનું ભારે પડ્યું

Published: 16th November, 2014 05:38 IST

સિલિન્ડર-બ્લાસ્ટ થતાં ઘરના માણસની સાથે પાડોશના ચાર જણ પણ જખમી 


gas cylinderશું તમે રાતે સૂતાં પહેલાં તમારા ઘરના ગૅસ-સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરો છો? જો ન કરતા હો તો નાલાસોપારામાં બનેલી આ ઘટનાનું પરિણામ જોઈ લો. નાલાસોપારામાં રહેતી એક વ્યક્તિ રાતે ગૅસ-સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરવાનું ભૂલી જતાં શનિવારે સવારે ગૅસ ચાલુ કરતાંની સાથે જ સિલિન્ડર-બ્લાસ્ટ થયો હતો. ધડાકા બાદ આખા ઘરને નુકસાન થવાની સાથોસાથ પાંચ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસનાં બિલ્ડિંગોમાં પણ એ બ્લાસ્ટની અસર થઈ હતી.

નાલાસોપારા (ઈસ્ટ)ના શિર્ડીનગરમાં આવેલા એમ. ડી. નગરના મહાલક્ષ્મી અપાર્ટમેન્ટની ‘બી’ વિન્ગના ગ્રાઉન્ડ ફ્લોર પરના ૩ નંબરના ફ્લૅટમાં રહેતો ૩૦ વર્ષનો પ્રમોદ પાંડે શુક્રવારે મોડી રાતે ઑફિસેથી ઘરે આવ્યો હતો. એ વખતે જમવા માટે તે બહારથી જે ખાવાનું લાવ્યો હતો એને ગૅસ પર ગરમ કર્યું હતું. પ્રમોદ કામ પરથી ખૂબ થાકીને આવ્યો હોવાથી ગૅસનું રેગ્યુલેટર બંધ કરવાનું ભૂલી ગયો હતો. સવારે સાડાનવ વાગ્યે તે કિચનમાં ચા બનાવવા ગયો એ વખતે કિચનની લાઇટ ઑન કરતાં જ ગૅસ-સિલિન્ડર ફાટ્યું હતું. એનો અવાજ એટલો જબરદસ્ત હતો કે આસપાસનાં બિલ્ડિંગોને એની અસર થઈ હતી. બ્લાસ્ટને કારણે પ્રમોદ ૪૦ ટકા જેટલો દાઝી ગયો છે અને પાડોશમાં રહેતા અન્ય ૪ જણ પણ દાઝી ગયા હતા. બધાને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK