ગુજરાતના ધોરણ ૭ના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો

Published: Jul 09, 2020, 18:54 IST | Agencies | Gandhinagar

પાઠ્યપુસ્તકમાં સરિતા ગાયકવાડના સ્થાને વનિતા ગાયકવાડ લખી નાખ્યું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ-૭ના પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટના બની હતી. ધોરણ-૭ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. ધોરણ-૭ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ ૧૬ જાતિગત ભિન્નતામાં ગંભીર ભૂલ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં પાઠ્યપુસ્તકમાં સરિતા ગાયકવાડના નામ અને તસવીરમાં ભૂલ થઈ છે. જેમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના બદલે વનિતા ગાયકવાડ લખાઈ ગયું છે. એટલું જ નહીં, બુકમાં તસવીર પણ વનિતા ગાયકવાડની લગાવાઈ છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો છબરડો સામે આવતા શિક્ષણ વિભાગના માથે મોટું કલંક લાગ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે છબરડો કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK