Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Motilal Vora Death: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન

Motilal Vora Death: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન

21 December, 2020 05:32 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Motilal Vora Death: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન

મોતીલાલ વોરા (તસવીર સૌજન્ય જાગરણ)

મોતીલાલ વોરા (તસવીર સૌજન્ય જાગરણ)


કૉંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા (Motilal Vora)નું નિધન થઈ ગયું છે. વોરાએ 93 વર્ષની વયે દિલ્હીના ફૉર્ટિસ એસ્કૉર્ટ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે અમુક અઠવાડિયા પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને કેટલાય દિવસો સુધી એમ્સમાં દાખલ રહ્યા બાદ તેમને રજા પણ મળી ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા વોરાને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શ્રદ્ધાંજલિ આપતા ક્યારેય ન ભૂલાતાં નેતા જાહેર કર્યા છે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ વોરાને યાદ કર્યા છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, "વોરા જી એક સાચા કૉંગ્રેસી અને બહેતરીન વ્યક્તિ હતી. અમને તેમની ખૂબ જ ઉણપ અનુભવાશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે."



મોતીલાલ વોરા જૂના દિગ્ગજ રાજનૈતિકોમાં મોખરે હતા અને 50 વર્ષથી કૉંગ્રેસ સાથે સંગઠન અને સરકારોમાં જોડાયેલા રહ્યા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા વોરાનો રાજનૈતિક પ્રવાસ 1960ના દાયકામાં શરૂ થયો હતો શરૂઆતમાં વોરા સમાજવાદી વિચારધારાવાલી પાર્ટી સાથે જોડાયા હતા, પણ ત્યાર પછી 1970માં કૉંગ્રેસમાં આવ્યા અને કૉંગ્રેસ પાક્ટી અને રાજ્ય સરકારમાં ઉચ્ચ પદે રહ્યા પછી રાજ્યસભા સુધી પણ પહોંચ્યા. વોરા વિવાદોમાં પણ ફસાયા પણ કેટલાક કારણોસર ગાંધી પરિવારના ચહિતાઓમાં મોખરે રહ્યા.



પ્રભાત તિવારી અને પંડિત કિશોરીલાલ શુક્લાની મદદથી 1970માં વોરા કૉંગ્રેસમાં સામેલ થયા હતા. તેના એક દાયકાની અંદર તે ગાંધી પરિવારની ખૂબ જ નજીક આવ્યા હતા તેમની કુશળતા અને એક દાયકામાં મધ્ય પ્રદેશમાં ત્રણ વાર ચૂંટણી જીતવું ખાસ કારણ રહ્યા. 1983માં ઇન્દિરા ગાંધી સરકારમાં વોરાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઇંદિરા ગાંધીની હત્યા બાદ 1985માં વોરાએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. ત્યાર બાદ રાજીવ ગાંધી સરકારમાં પણ વોરા સામેલ થયા, જ્યારે રાજ્યસભાના સભ્ય તરીકે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીનું સમર્થન
બે ચૂંટણી પહેલા જ્યારે કૉંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે ચહેરાની શોધમાં હતી, ત્યારે વોરાએ સ્પષ્ટ રીતે પાર્ટીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવા માટે વકાલત કરી હતી. વોરા તે ગણ્યાંગાંઠ્યા નેતાઓમાંના એક હતા, જેમણે રાહુલને પાર્ટીની કમાન સંપૂર્ણપણે સોંપવામાં આવે તેવું સમર્થન કર્યું હતું. ગાંધી પરિવાર સાથેના તેમના સમીકરણો જળવાઇ રહે તે માટે જ તે રાહુલના સમર્થનમાં હતા, જો કે, પાર્ટીએ મનમોહન સિંહને જ બન્ને વાર વડાપ્રધાન બનાવ્યા.

નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધ
મોતીલાલ વોરા કૉંગ્રેસના ખાસ નેતા આ કારણે પણ છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં જે ત્રણ સંસ્થાઓનું નામ આવ્યું, તે ત્રણેયમાં વોરા મહત્વપૂર્ણ પડદે રહ્યા. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે એજીએલમાં 22 માર્ચ 2002ના વોરા ચેરમેન અને એમડી બન્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી તરીકે સામેલ અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીમાં વોરા કોષાધ્યક્ષનું પદ સંભાળી ચૂક્યા હતા અને આ કેસમાં ત્રીજી સંસ્થા યંગ ઇન્ડિયનનું નામ આવ્યું હતું, જેમાં વોરા 12 ટકાના શૅર હૉલ્ડર રહ્યા.

કેટલીક ખાસ વાતો
મોતીલાલ વોરા રાજકારણમાં આવતા પહેલા પત્રકાર હતા. રાજસ્થાનના જોધપુરમાં બ્રિટિશ ઇન્ડિયાના જમાનામાં જન્મેલા વોરાએ છત્તીસગઢના રાયપુર અને કોલકતાથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી અનેક અખબારો સાથે કામ કર્યું હતું. આ સિવાય, વોરા સામાજિક કાર્યોમાં પણ હંમેશાં આગળ રહ્યા હતા. ત્યાર બાદ તે સક્રિય રાજકારણમાં આવ્યા અને અર્જુન સિંહ સરકારમાં મંત્રી રહ્યા સિવાય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા. વોરાના દીકરા અરુણ વોરા પણ રાજકારણમાં છે અને છત્તીસગઢના દુર્ગથી ત્રણવાર વિધેયક ચૂંટણી જીતી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2020 05:32 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK