કોપરખૈરણેના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મુકુંદ હાટોલેના જણાવ્યા મુજબ આ ડેડ બૉડી વિશે કોઈ માહિતી ન મળતાં તેમણે તમામ પોલીસ-સ્ટેશનોમાં આની જાણ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે ‘મીરાબાઈ સોનાવણે નામની આ મૃત મહિલા સેક્ટર-૨૦માં રહેતી હતી તેમ જ તાજેતરમાં જ તેણે કુર્લામાં પોતાનું ઘર વેચ્યું હતું. આ ઘરના ૧ લાખ ૩૫ હજાર રૂપિયા બૅન્કમાંથી ઉપાડવા માટે તેની પૌત્રી ભાગ્યશ્રી રાઉદલે તેની રૂમમેટ ૨૬ વર્ષની નસરીન ઉર્ફે અનુ ઇકબાલ શેખને પોતાની દાદી સાથે મોકલી હતી. બૅન્કમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ નસરીન કોપરખૈરણે પાસે સસ્તામાં ફ્લૅટ અપાવવાની લાલચ દેખાડીને મીરાબાઈને તળાવ પાસે લઈ ગઈ હતી. ત્યાં તેમનું દુપટ્ટા વડે ગળું દબાવી દઈને રૂપિયા તથા ઘરેણાં લઈને તે ગોવા નાસી ગઈ હતી. પછીથી નસરીન નેરુળના ડી. વાય. પાટીલ સ્ટેડિયમ પાસે આવી હોવાની બાતમી મળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ નસરીન એક ડિવૉર્સી છે. તેને બે દીકરીઓ છે અને તે વાશીના એક કૉલ સેન્ટરમાં કામ કરતી હતી.’
એક જ કુટુંબના 4 જણની હત્યા, છેલ્લા શ્વાસ લેતા પહેલા બાળકે કર્યું આ...
25th November, 2020 17:05 ISTમહિલાએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરી
9th September, 2020 22:07 ISTટોળાએ ‘મજા’ માટે એક માણસને માર્યો, હૉસ્પિટલમાં મોત
6th September, 2020 14:37 ISTપત્નીની હત્યા કરીને એક ‘ઝેરીલું જંતુ’ કરડ્યું હોવાની સ્ટોરી બનાવી
2nd September, 2020 16:04 IST