પારસી ન્યુ યરના ખાવાનું-પીવાનું, સૂઈ જવાનું અને મજ્જાની લાઇફ-બમન ઈરાની

Published: Aug 16, 2019, 12:34 IST | સેજલ પટેલ | મુંબઈ ડેસ્ક

આ મહિના દરમ્યાન જે વેજિટેરિયન ડિશીઝ બહુ ખવાય એને પરેજી કહેવાય. ઈવન દર મહિને પણ બમન રોજ આવે. દર મહિનાનો બીજો દિવસ બમન રોજ હોય ને એમાં પણ વેજિટેરિયન પરેજી જ હોય.

નવરોજમાં માછલીના શેપની માવાની બોઈ બહુ મંગળ ગણાતી હોવાથી આ સ્વીટ ગિફ્ટમાં પણ અપાય છે.
નવરોજમાં માછલીના શેપની માવાની બોઈ બહુ મંગળ ગણાતી હોવાથી આ સ્વીટ ગિફ્ટમાં પણ અપાય છે.

લોકો માને છે કે પારસીઓ રોજ નૉન-વેજ ફૂડ જ ખાય છે, પણ એ બિલીફ ખોટી છે. અમારામાં પણ ખાસ બમન મહિનો હોય છે. જેમ મુસ્લિમોમાં રોજા અને હિન્દુઓમાં શ્રાવણ મહિનો હોય છે એમ બમન મહિનો આવે ત્યારે મોટા ભાગના પારસીઓ પૂરા વેજિટેરિયન થઈ જાય. આ મહિના દરમ્યાન જે વેજિટેરિયન ડિશીઝ બહુ ખવાય એને પરેજી કહેવાય. ઈવન દર મહિને પણ બમન રોજ આવે. દર મહિનાનો બીજો દિવસ બમન રોજ હોય ને એમાં પણ વેજિટેરિયન પરેજી જ હોય.

મારી વાત કરું તો ફૂડમાં મને બધું જ ભાવે. વેજિટેરિયન ડિશની વાત હોય તો મારી સૌથી ફેવરિટ ડિશ છે લગનનું ઇસ્ટુ. આમ તો એ સ્ટુ જેવું હોય, પણ Istoo સ્પેલિંગ હોવાથી બોલચાલમાં અમે એને ઇસ્ટુ કહીએ. એમાં સકરકંદ, વટાણા, પપેતા, ગાજર જેવા વેજિટેબલ્સના મોટા ચન્ક્સ હોય જે કાંદા-ટમેટાંની સૉતે કરેલી ડ્રાય ગ્રેવીમાં પકાવાય. પાપરી વિથ સકરકંદ પણ મને બહુ ભાવે. જો શુભ વાનગીઓની વાત હોય તો ધાનદાળ સૌથી વધુ ખવાય. ભીંડાનું શાક પણ પારસીઓમાં બહુ ખવાય. ધાનદાળમાં તુવર અને મગની દાળને જીરાથી વઘારેલી હોય જે સૌથી ઑસ્પિશ્યસ ગણાય. આ વાનગીઓ અમે બર્થડે કે અન્ય કોઈ પણ શુભ પ્રસંગોએ બનાવીએ. એની સાથે પાટિયો હોય. કાંદા અને ટમાટરને સહેજ બ્રાઉન કરી નાખ્યા હોય અને એમાં કોથમીર, કઢીપત્તાંની ફ્લેવર મળે અને એમાં ગોળ મૂકીને પાટિયો બને.

ધાનસાક ભલે બહુ ફેમસ ડિશ હોય, પણ એ અમારે ત્યાં અશુભ વાનગીમાં ગણાય. લગન, બર્થડે કે કોઈ સારા પ્રસંગે અમે એ કદી ન બનાવીએ. સ્વાદમાં બહુ સારી છે પણ બહુ હેવી ડિશ છે એટલે એ ખાધા પછી લોકો ઊંઘી જ જાય. બાકી બહુ ઓછી વેજિટેરિયન આઇટમ્સ પારસી ભાણામાં હોય. હવે દરેક નૉન-વેજ ડિશના વેજિટેરિયન વર્ઝન બની શકે છે, પણ અથાણું હંમેશાં વેજિટેરિયન જ હોય. સ્વીટની વાત કરીએ તો લગનનું કસ્ટર્ડ કે જે મિલ્કમાંથી બનતી થિક ડિશ છે એ શુભ પ્રસંગોમાં બહુ બને. સૂતરફેણી અને મલાઈના ખાજા પણ પારસીઓને બહુ ભાવે. મલાઈના ખાજામાં ફ્લૅકી પેસ્ટ્રી જેવું હોય જેની અંદર મલાઈ ભરેલી હોય. માવાની બોઇ પણ અમે સ્વીટમાં વાપરીએ જેમાં માવાની મીઠાઈને ફિશનો આકાર આપ્યો હોય જે બહુ પવિત્ર મનાય. ફિશના શેપમાં એક કમ્પ્લીટ વેજિટેરિયન સ્વીટ. નવરોજમાં મોં મીઠું કરવા માટે આ બોઇ બહુ વપરાય. ઇન ફૅક્ટ, પારસીઓ માટે ફિશ બહુ મંગળ પ્રતીક મનાય છે એટલે જો ઘરની બહાર ચોકથી માછલીના શેપનું રંગોળી જેવું કરેલું હોય તો સમજી લેવાનું કે આ પારસીનું ઘર છે અને તેના ઘરમાં કોઈ શુભ પ્રસંગ છે.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

ન્યુ યરના સેલિબ્રેશનની વાત કરું તો હું બહુ સાદી રીતે ઊજવું. સવારે સેવ દહીં ખાવાનું. એમાં વર્મિસેલીને ડ્રાયફ્રૂટ્સ સાથે પકવેલી હોય અને સાથે મીઠું દહીં હોય. એ ન હોય તો કિસમિસ, કાજુ-બદામ નાખેલો રવો બનાવીને નાસ્તામાં લેવાનો. લંચમાં ધાનદાળ અને પાટિયો ખાવાનો. બસ, પછી સૂઈ જવાનું. સાંજે નાટકચેટક જોવા જવાનું. અમારા માટે નવરોજ એટલે ખાવુંપીવું, હરવુંફરવું અને મજ્જાની લાઇફ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK