હું હોમો હોવાથી છોકરીઓ સામે પસીના વળી જાય છે.

સેજલને સવાલ - સેજલ પટેલ | Apr 08, 2019, 10:46 IST

મારી સેક્સ્યુઆલિટી માટે ખૂબ મૂંઝવણીમાં છું. જોકે હું મારી બાજુની બિલ્ડિંગમાં એક કપલ નવું રહેવા આવ્યું છે. એમાં કપલ વચ્ચે ખાસ્સો ઉંમરનો તફાવત છે. પતિ લગભગ ૪૦ વર્ષનો હોય એવું લાગે છે જ્યારે તેની વાઇફ ૨૮ કે ૩૦ વર્ષની હશે.

હું હોમો હોવાથી છોકરીઓ સામે પસીના વળી જાય છે.
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૪ વર્ષનો અંતમુર્ખ યુવક છું. મેં કદી સામેથી છોકરીઓ પટાવી નથી. તેમની પાસે જવાની હિંમત પણ નથી થતી. ક્યારેક મને લાગે છે કે હું કદાચ હોમો છું અને એટલે જ મને છોકરીઓની નજીક જતાં જ પરસેવો છૂટી જાય છે. મારી સેક્સ્યુઆલિટી માટે ખૂબ મૂંઝવણીમાં છું. જોકે હું મારી બાજુની બિલ્ડિંગમાં એક કપલ નવું રહેવા આવ્યું છે. એમાં કપલ વચ્ચે ખાસ્સો ઉંમરનો તફાવત છે. પતિ લગભગ ૪૦ વર્ષનો હોય એવું લાગે છે જ્યારે તેની વાઇફ ૨૮ કે ૩૦ વર્ષની હશે. છેલ્લા ચારેક મહિનાથી હું જોઉં છું કે એ પડોશણ મને રસ્તામાં મળી જાય તોય આંતરીને વાતો કરવા ઊભી રહી જતી. ઉત્તરાયણ વખતે તે મારા બિલ્ડિંગના ધાબે આવી ચડેલી અને મારી સાથે નજદીકી બનાવવાની કોશિશ કરી રહી હતી. એ વખતે અમારી વચ્ચે નંબરની આપ-લે પણ થઈ. પહેલાં તેણે જનરલ ફૉર્વર્ડેડ મેસેજ મોકલાવવા શરૂ કર્યા અને પછી અંગત સંદેશાઓ. ક્યારેક વગરકારણે ફોન કરવાનું શરૂ થયું અને પછી અમે એમ જ વાતો કરતા થઈ ગયા. તે પોતાની બેડરૂમની લાઇફથી સંતુષ્ટ નથી એવી વાતો પણ તે મારી સામે કરે છે. મને ચોખ્ખું દેખાય છે કે તે મને આગળ વધવા માટે કહી રહી છે, પણ ખબર નહીં મારાથી હિંમત થતી જ નથી. કદાચ હું હોમો છું એટલે કે આટલી સીધી લાઇન મળતી હોવા છતાં હું આગળ નથી વધી શક્યો. મેં તેને હજી મારી મૂંઝવણ વિશે નથી જણાવ્યું. મારે શું કરવું જોઈએ? ક્યારેક ન કરવાના વિચાર આવે છે. થાય છે કે એક વાર જાતનું પારખું કરવા પણ આગળ વધવું જોઈએ અને બીજી તરફ હાથપગ ઠંડાં પડી જાય છે. વાત એવી છે કે દોસ્તોને પણ કહી શકાય એમ નથી.

જવાબ : જે વાત કોઈનીયે સાથે શૅર નહીં થઈ શકે એવું લાગતું હોય એ પણ અહીં વિના સંકોચે થઈ શકે છે. આ કૉલમ એના માટે જ છે. તમે જે વર્ણન કર્યું છે એમાં તમને શંકા છે કે કદાચ તમે હોમો-સેક્સ્યુઅલ હશો. હા, તમને છોકરીઓને જોઈને પસીનો છૂટી જાય છે, પણ અહીં નોંધનીય બાબત એ છે કે તમે હજી સુધી ક્યારેય સજાતીય વ્યક્તિ સાથે પણ કોઈ છૂટછાટ નથી લીધી.
જો તમે સીધો સજાતીય પ્રેફરન્સ ધરાવતા હોત તો બની શકે કે પ્યુબર્ટી એજથી લઈને ૨૪ વર્ષની વય સુધીમાં તમને કોઈ પુરુષ તરફ આકર્ષણ થયું હોત. તમારા પત્રમાં આવા આકર્ષણનો કોઈ ઉલ્લેખ નથી. તમે માત્ર છોકરીઓની જ વાત કરી છે. આ બધા વર્ણન પરથી હું એવી ધારણા બાંધું છું કે તમને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થાય છે પણ તેમની સાથે મૈત્રીની શરૂઆત કઈ રીતે કરવી એનો આત્મવિશ્વા ન હોવાથી તમે ગભરાઓ છો. અંતમુર્ખી સ્વભાવને કારણે કદાચ તમે વિજાતીય મૈત્રીમાં અસહજ મહેસૂસ કરો છો. તમને જે પસીનો છૂટી જાય છે એમાં પણ ક્યાંક પ્રબળ આકર્ષણ અને હિંમતના અભાવનો સરવાળો હોવાની સંભાવના વિશે વિચારજો.

આ પણ વાંચોઃ લગ્નની શરૂઆતમાં બધી જ અગવડો પ્રેમથી સહી લીધી, પણ પતિ બહુ શંકાશીલ છે

મુખ્ય વાત એ કે પેલાં મૅરિડ પાડોશણ સાથે પ્રયોગ કરીને જાતનું પારખું કરવાનો વિચાર સાવ જ બેતૂકો છે. પેલાં બહેન તમને લસપણો ઢાળ આપી રહ્યાં છે પણ એમાં સંતુલન જાળવી લેવું જરૂરી છે. તમારો વિજાતીય પ્રેફરન્સ છે કે નહીં એ સમજવું હોય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટને મળો. એ સૌથી સેફ અને ૧૦૦ ટકા શ્યૉરિટી આપતો રસ્તો છે.

Tags

news
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK