Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે અઠવાડિયાંની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો

બે અઠવાડિયાંની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો

27 December, 2019 03:16 PM IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

બે અઠવાડિયાંની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો

દીપડો

દીપડો


સીપ્ઝ–મહાકાલી વિસ્તાર નજીકના ઑફિસ સંકુલમાં અવારનવાર દેખા દેતો દીપડો આખરે ગુરુવારે મળસ્કે પીંજરામાં કેદ થઈ ગયો હતો અને એને પકડાયા બાદ ત્રણ કલાક પછી એના કુદરતી આવાસમાં છોડી દેવાયો હતો.

leopard-01



દીપડાને પકડવા માટે પીંજરું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ આ ચતુર પ્રાણીને પકડવું એટલું આસાન નહોતું. વાઇલ્ડલાઇફ રિસર્ચર્સ સાથે વૉલન્ટિયર્સનું જૂથ છેલ્લાં બે સપ્તાહથી કૅમેરા થકી આ દીપડાની પ્રત્યેક ગતિવિધિને ટ્રેક કરી રહ્યું હતું. આખરે જ્યારે તેમને દીપડો અવારનવાર જે માર્ગનો ઉપયોગ કરતો હતો એના સગડ મળતાં એને ઝડપી લેવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને ગુરુવારે મળસ્કે જ્યારે પ્રાણી પીંજરામાં પ્રવેશ્યું ત્યારે જૂથના પ્રયાસો સફળ નીવડ્યા હતા.


trapped

થાણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ (ટેરિટોરિયલ)એ રેસ્ક્યુ ઑપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને વન વિભાગ, ઓનરરી વાઇલ્ડ લાઇફ વૉર્ડન મયૂર કામઠ અને વાઇલ્ડ લાઇફ રિસર્ચર નિકિત સુર્વેને દીપડાને ઝડપી લેવામાં મદદ કરી હતી.


આ પણ વાંચો : ખારવાસીઓ કબૂતરખાના પછી હવે ગાયોની સમસ્યાથી છુટકારો મેળવશે

‘મિડ-ડે’ સાથે વાત કરતાં મયૂર કામઠે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં જ્યારે ચીફ વાઇલ્ડ લાઇફ વૉર્ડનની પરવાનગી મેળવીને પીંજરું ગોઠવવામાં આવ્યું ત્યારે દીપડાએ દેખા દીધી એ જ દિવસથી વૉલન્ટિયર્સની ટીમે આ ચોક્કસ દીપડાની ગતિવિધિનો અભ્યાસ કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ કૅમેરા ગોઠવી દીધા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 03:16 PM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK