રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોવિડ-19ની રસી મફતમાં પૂરી પાડવા બીજેપીનાનેતા દેવેન્દ્ર ફડણવીસે એમવીએ સરકારને કેન્દ્રની સહાય લેવા જણાવ્યું હતું.
ગુરુવારે રાત્રે એક સમારોહમાં પત્રકારો સાથે બોલતાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે શિવસેનાની આગેવાની હેઠળની સરકાર હંમેશાં કેન્દ્ર સરકાર પાસેથી પર્યાપ્ત ભંડોળ મળતું ન હોવાની ફરિયાદ કરતી હોય છે. કોવિડ-19 વૅક્સિન બજારમાં આવવા વિશે પુછાતાં તેમણે કહ્યું હતું કે એમવીએ સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફતમાં રસી ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારની સહાય મેળવવી જોઈએ. જ્યારે બીજી બાજું, રાજ્યના અર્બન ડેવેલપમેન્ટ મિનિસ્ટરે કહ્યું હતું કે લોકો એવું ઇચ્છે છે કે સરકારે લોકોને કોરોના વાઇરસની રસી મફતમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ, એથી રાજ્યમાં થનારો રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવવો જોઈએ. રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ પણ કેન્દ્ર સરકાર સમક્ષ મફત રસી ઉપલબ્ધ કરાવવાની માગણી કરી હોવાનું શિંદેએ જણાવ્યું હતું.
Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
18th January, 2021 15:00 ISTલોકલમાં પ્રવાસી વધી રહ્યા છે, સુવિધાઓ નહીં
18th January, 2021 13:08 ISTKEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ
18th January, 2021 12:29 ISTમુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર
18th January, 2021 11:21 IST