ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટને પગલે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

Jan 12, 2019, 15:17 IST

ખાસ કરીને ગાંધીનગરના હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600થી વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, જેથી મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટને પગલે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
સુરક્ષાને પગલે ઠેર-ઠેર પોલીસ કર્મીઓની ગોઠવણી

વાઈબ્રન્ટ સમિટ શરૂ થવાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યુ છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનારા વીવીઆઈપીઓની સુરક્ષાને પગલે જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશ-વિદેશના મોટા મોટા ઉદ્યોગપતિઓની હાજરી રહેશે. કોઈ પણ જાતની દુર્ઘટના ન સર્જાય તે માટે ગુજરાત સરકારે 5000થી વધુ પોલીસ કર્મીઓને ફરજ સોપવામાં આવી છે. 16 જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ એરપોર્ટ સુધીનો રસ્તો પોલીસ છાવણીમાં પરિવર્તિત થશે.

સુરક્ષાને પગલે ઠેર-ઠેર પોલીસ કર્મીઓની ગોઠવણી કરવામાં આવી છે. રસ્તાઓ પર વીવીઆઈપીની સુરક્ષા પગલે અલગ અલગ સુરક્ષા પોઇન્ટ જેવા કે રાજ ભવન, મહાત્મા મંદિર, એરપોર્ટથી ગાંધીનગરનો માર્ગ, આ જગ્યા ઉપર વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી ભવનથી લઈને એરપોર્ટ સુધીના રસ્તાઓ અને જગ્યાઓને CCTV લગાવવામાં આવ્યા છે

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશઃ38-38 બેઠકો પર લડશે સપા-બસપા

ખાસ કરીને ગાંધીનગરના હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600થી વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, જેથી મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK