લગ્ન કર્યાનું સીક્રેટ બહાર આવતાં એમબીએ સ્ટુડન્ટે કરી આત્મહત્યા

Published: 3rd December, 2012 04:48 IST

સાંતાક્રુઝ (ઈસ્ટ)ના વાકોલામાં ડિમેલો બિલ્ડિંગમાં રહેતી ૨૪ વર્ષની એમબીએ સ્ટુડન્ટ સોનલ બગાડેએ ગઈ કાલે તેના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.




તે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં એમબીએના બીજા વર્ષમાં ભણતી હતી અને તેની માતા માયા સાથે રહેતી હતી. થોડા દિવસો પહેલાં જ સોનલે તેના બૉયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતાં અને માથામાં સિંદૂર લગાવીને ઘરે આવી હતી એથી પરિવારજનોએ તેનાં આ લગ્નને ન સ્વીકારતાં તેણે સુસાઇડ કર્યું હતું એવું પોલીસે કહ્યું હતું.

વાકોલાના પોલીસ-ઇન્સ્પેક્ટર ઉત્તમ પાચપુતેએ કહ્યું હતું કે ‘રવિવારે સવારે ૯ વાગ્યે સોનલે છઠ્ઠા માળેથી કૂદકો માયોર્ હતો. તેને નજીકમાં આવેલી દેસાઈ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેની નોટબુકમાંથી એક સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં તેણે માફ કરી દો એમ લખ્યું હતું. અમે તેના બૉયફ્રેન્ડને પણ ફોન કરીને સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ તેનો ફોન સતત સ્વિચ-ઑફ આવી રહ્યો છે. તેના સંપર્કમાં આવ્યા બાદ જ અમે તેને પ્રશ્નો પૂછીને ત્યાર બાદ જ કેસ લેવો છે કે નહીં એ નક્કી કરીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK