દિલ્હીમાં ગઈ કાલે કોરોના વિરોધી રસીકરણના બીજા દિવસે અપેક્ષિત સંખ્યાની તુલનામાં ૫૦ ટકાથી ઓછા લોકો વૅક્સિનેશન સેન્ટર્સ પર પહોંચ્યા હતા. એ સંજોગોમાં દિલ્હી રાજ્યના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારને વૅક્સિનમાં લોકોનો વિશ્વાસ વધારવાનાં પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. વૅક્સિનેશન ડ્રાઇવના પ્રથમ તબક્કામાં હેલ્થ કૅર વર્કર્સ અને ફ્રન્ટલાઇન-વર્કર્સને રસી આપવાની કાર્યવાહીમાં ટાર્ગેટ ગ્રુપ તરફથી નબળો પ્રતિસાદ મળતો હોવાની ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે.
દિલ્હીના ૮૧ વૅક્સિનેશન સેન્ટર્સ પર રોજ ૮૧૦૦ હેલ્થ કૅર વર્કર્સના વૅક્સિનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. એ સંજોગોમાં કો-વિન ઍપ પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં પહેલા દિવસે ૪૩૧૯ અને બીજા દિવસે ૩૫૯૮ હેલ્થ કૅર વર્કર્સ વૅક્સિન લેવા માટે સેન્ટર્સ પર પહોંચ્યા હતા. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે ‘વૅક્સિન જોડે સંબંધિત ટેક્નિકલ વ્યક્તિઓ અને આરોગ્ય મંત્રાલયના અમલદારોએ જનતા સમક્ષ આવીને માહિતી આપવી જોઈએ. આરોગ્ય મંત્રાલયે લોકોના મનમાં ઊભા થતા સવાલોના જવાબો આપવા જોઈએ.’
મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 ISTઆવતી કાલથી દેશભરમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત, પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ૨૫૦ રૂપિયામાં મુકાવી શકાશે
28th February, 2021 11:27 ISTકોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ ૩ મૅરેજ હૉલ સામે ફરિયાદ
28th February, 2021 10:35 ISTસતત ચોથા દિવસે 16 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા, 100 લોકોનું મોત
28th February, 2021 09:57 IST