જુહુથી મરીન ડ્રાઇવ માત્ર ૭ મિનિટમાં, ભાડું ૭૫૦ રૂપિયા

Published: 24th October, 2014 03:55 IST

સીપ્લેન સર્વિસની સફળ ટ્રાયલ બાદ હવે મુંબઈગરાઓ સફર માટે આતુર
હવે ટૂંક સમયમાં મુંબઈગરાઓ જુહુથી મરીન ડ્રાઇવ માત્ર સાત જ મિનિટમાં પહોંચી શકશે. બુધવારે સીપ્લેન સર્વિસની ટ્રાયલ રન સફળ થયા બાદ આવી આશા જાગી છે. જુહુથી ઉડાન ભરીને ટચૂકડું વિમાન ગિરગામ ચોપાટી નજીક દરિયામાં ઊતર્યું એ જોવા સેંકડો લોકો એકઠા થયા હતા.

મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને મૅરિટાઇમ એનર્જી હેલી ઍર સર્વિસિસ (MEHAIR) દ્વારા મળીને આ પહેલાં જુહુથી લોનાવલા અને આમ્બિ વૅલી સુધીની સીપ્લેન સર્વિસ શરૂ કરવામાં આવી છે અને હવે જુહુથી મરીન ડ્રાઇવ સુધીની સર્વિસ શરૂ થશે. જુહુથી મરીન ડ્રાઇવ વચ્ચે એક તરફની સફર શરૂઆતમાં માથાદીઠ સાડાસાતસો રૂપિયામાં થઈ શકશે એમ અધિકારીઓએ કહ્યું હતું. હવે પછી મુંબઈથી નાશિકના ગંગાપુર ધરણ અને ધોમ ધરણ (મહાબળેશ્વર) સુધીની સીપ્લેન સર્વિસ શરૂ કરવામાં આવશે.

બુધવારે આ ટ્રાયલની ટેક્નિકલ ચકાસણી માટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અને અન્ય કેટલીક મંજૂરીઓ મળી ગયા બાદ સીપ્લેન સર્વિસ શરૂ થશે એમ અધિકારીઓએ કહ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK