હવે ગાડી પર આ સેન્સર ચોંટાડો અને સી-લિન્ક પરની લાઇન ટાળો

Published: 3rd August, 2012 05:10 IST

બાંદરા-વરલી સી-લિન્ક પરથી પસાર થતાં વાહનો પાસેથી ટોલ વસૂલ કરવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) અને મુંબઈ એન્ટ્રી પૉઇન્ટ લિમિટેડ નામની ટોલ-કલેક્ટિંગ એજન્સીએ ગઈ કાલથી ઇલેક્ટ્રૉનિક ટોલ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી છે.

stiker-sealinkવાહનધારકો રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેક્નૉલૉજી આધારિત પ્રી-પેઇડ સ્ટિકરનો વિકલ્પ પસંદ કરીને ટોલનાકા પરનો વેઇટિંગ પિરિયડ ઘટાડીને માત્ર બે-ત્રણ મિનિટનો કરી શકશે. આ સ્ટિકર કારના આગળના કાચ પર લગાવવામાં આવશે. કાર જ્યારે ટોલનાકા પર ખાસ કાઉન્ટર પાસેથી પસાર થશે ત્યારે સેન્સર આ પ્રી-પેઇડ સ્ટિકરને સ્કૅન કરીને એમાંથી ટોલની રકમ કાપી લેશે અને કારને જવા માટે ગેટ ખૂલી જશે. આમ વાહનધારકનો સમય બચી જશે. હાલમાં સી-લિન્કની બન્ને તરફ એક-એક લેન આ માટે અનામત રાખવામાં આવી છે. આવું સ્ટિકર માત્ર ૧૦૦ રૂપિયા આપીને મેળવી શકાય છે. સ્ટિકરમાંથી રકમ ઘટી જશે ત્યારે મોટરિસ્ટને એક SMS આવશે જેથી તે બીજી વાર રીચાર્જ કરાવી શકે. આવું સ્ટિકર લગાવેલી પહેલી કાર ગઈ કાલે ટોલનાકા પરથી પસાર થઈ હતી.

 

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK