સ્કૉટલૅન્ડમાં છે ૯૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી વાડ

Published: 3rd October, 2020 09:19 IST | Mumbai correspondent | Mumbai

વાડ પરનો વેલો લગભગ ૧૭૪૫ની સાલમાં રોપવામાં આવ્યો હોવાનું મનાય છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી ઊંચા વાડ-વેલા તરીકે મિક્લૉર બીચ હેજની નોંધ છે.

સ્કૉટલૅન્ડમાં છે ૯૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી વાડ
સ્કૉટલૅન્ડમાં છે ૯૮ ફુટની વિશ્વની સૌથી ઊંચી વાડ

કોઈ પણ ક્ષેત્રના સીમાંકન માટેની વાડની ઊંચાઈ હંમેશાં ચર્ચાનો વિષય બને છે. એ વાડ પર વેલા ચડાવેલા હોય એ વધુ નોંધપાત્ર ગણાય છે. બ્રિટનના સ્કૉટલૅન્ડમાં ૯૮ ફુટની મિક્લૉર બીચ હેજ વિશ્વની સૌથી ઊંચી વાડ ગણાય છે. એના પર વેલા પણ ચડાવવામાં આવ્યા છે. કદાચ એ વેલા ઊંચા ચડવાને કારણે વાડની ઊંચાઈ નોંધપાત્ર બની છે. સ્કૉટલૅન્ડના પર્થ બ્લેરગોવ્રી રોડ પરના એ વાડ-વેલા ખૂબ દૂરથી જોઈ શકાય છે. એ વાડ પરનો વેલો લગભગ ૧૭૪૫ની સાલમાં રોપવામાં આવ્યો હોવાનું મનાય છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી ઊંચા વાડ-વેલા તરીકે મિક્લૉર બીચ હેજની નોંધ છે. એ વેલા ઝ્યાં મર્સર અને તેના પતિ રૉબર્ટ મરે નેઇર્ને ૧૮મી સદીના પાંચમા દાયકામાં માર્ક્સ લૅન્ડ્સડાઉનના મિક્લૉર એસ્ટેટમાં રોપ્યા હતા. એ વાડ-વેલા બાબતે એવી દંતકથા છે કે ૧૭૪૫માં જૅકબાઇટ બળવા-ક્રાન્તિ દરમ્યાન કુલોડનની લડાઈમાં માર્યા ગયેલા વીર જવાનોએ એની રોપણી કરી હોવાથી એ વેલા વૃક્ષોનું રૂપ ધારણ કરીને સ્વર્ગની દિશામાં વૃદ્ધિ પામી રહ્યા છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK