વિજ્ઞાનીઓએ પશ્ચિમ આફ્રિકાના ગિની સ્થિત નિમ્બા માઉન્ટેન્સમાંથી ચમકદાર નારંગી રંગનાં ચામાચીડિયાંની નવી પ્રજાતિ શોધી કાઢી છે.
અમેરિકન મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટરી અને બૅટ કન્ઝર્વેશન ઇન્ટરનૅશનલે નિમ્બા પર્વતોની જૂની માઇનિંગ ટનલ્સમાં ચામાચીડિયાંની કઈ પ્રજાતિ વસે છે એ શોધી કાઢવા માટે ૨૦૧૮માં સર્વે હાથ ધર્યો ત્યારે આ નવી પ્રજાતિ મળી હતી.
નારંગી રંગનાં ચામાચીડિયાંની આ પ્રજાતિ નામશેષ થવાના આરે હોવાનું મનાતું હતું, ત્યારે તેમનો વસવાટ મળી આવવાની આ શોધ સાચે જ ઘણી મહત્ત્વની સાબિત થઈ છે.
નવી પ્રજાતિ‘મ્યોટિસ નિમ્બેન્સિસ’તરીકે ઓળખાતી હોવાનું નક્કી કરતાં લગભગ બે વર્ષ લાગ્યાં હતાં. આ નામ નિમ્બા પર્વતમાળા પરથી પાડવામાં આવ્યું છે. આ શોધની વધુ વિગતો અમેરિકન મ્યુઝિયમ નોવિટેટ્સ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં તેમને આ ચામાચીડિયાંનો રંગ વિચિત્ર લાગ્યો હતો અને એ કોઈ નવી પ્રજાતિ ન હોવાનું તેઓ માનતા હતા. દુર્લભ થવાને આરે આવેલી પ્રજાતિની આ શોધ આશાનો સંચાર કરે છે. આ એક અદ્ભુત પ્રાણી છે. એ ચળકતી નારંગી રંગની રુવાંટી ધરાવે છે અને એના આગવાપણાને કારણે અમને સમજાયું કે આ અગાઉ એને સ્પષ્ટીકૃત કરવામાં આવી નહોતી, તેમ બૅટ કન્ઝર્વેશન સ્થિત મુખ્ય વિજ્ઞાની વિનિફ્રેડ ફ્રિકે જણાવ્યું હતું.
માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે
25th February, 2021 07:30 ISTમાણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો
25th February, 2021 07:30 ISTબાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન આ ટીનેજરનો
25th February, 2021 07:30 ISTજપાનની આ માછલી 226 વર્ષ જીવી
25th February, 2021 07:30 IST