ગૃહ મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું છે કે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ ખોલવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકે.
સરકારે આજે જાહેર કર્યું હતું કે, 21 સપ્ટેમ્બરથી સ્કૂલ્સ અંશતઃ સ્વૈચ્છિક ધોરણે ખોલવામાં આવશે. જોકે આ છૂટ ધોરણ નવ અને એનાથી ઉપલા ધોરણોના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવી છે. નિર્ણય લેવાની જવાબદારી વાલી ઉપર છે અને તેમણે જ સંતાનને સ્કૂલમાં જવાની લેખિત પરવાનગી આપવી પડશે.
નવથી નીચલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ ક્યારે ખોલવામાં આવશે એ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. દસથી ઓછી વયના બાળકોને કોરોના વાયરસ ઝડપથી લાગી જતો હોય છે. સરકારે વિગતવાર બહાર પાડેલી માગદર્શિકામાં કહ્યું છે કે, તે ઓનલાઈન કલાસેસને ઉત્તેજન આપે છે. પરંતુ ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક ધોરણે સ્કૂલ્સે જવાની મંજૂરી આપવામાં આવી છે.
Unlock 5: ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, 30 નવેમ્બર સુધી કન્ટેનમેન્ટ ઝૉનમાં લૉકડાઉન યથાવત
27th October, 2020 17:58 ISTરેપની તપાસ બે મહિનામાં પૂરી થવી જ જોઈએ
11th October, 2020 14:13 ISTCovid-19: મહારાષ્ટ્રમાં આવેલા સ્ટેશન્સ પર હવે ટ્રેન્સ થોભશે, રેલ્વેનો નવો નિર્ણય
2nd September, 2020 07:54 ISTUnlock 3.0 Guidelines: 5 ઑગસ્ટે જીમ ખુલશે, નાઇટ કર્ફ્યુ દૂર થશે
30th July, 2020 00:16 IST