શૉકિંગ! સાડાત્રણ વર્ષની બાળકી પર ત્રણ મહિનામાં બે વાર બળાત્કાર

Published: 26th November, 2014 03:18 IST

પહેલાં સ્કૂલના માલિકે કર્યો અને હવે સ્કૂલ-વૅનના ડ્રાઇવરે
ખારઘરમાં CBSE સ્કૂલની એક સાડાત્રણ વર્ષની બાળકીનું જાતીય શોષણ કરવાના આરોપસર સ્કૂલની વૅનના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં બાળકી સાથે આ ઘટના બીજી વાર બની છે. આ અગાઉ સ્કૂલના માલિકના સગા દ્વારા આ બાળકીનું જાતીય શોષણ થયું હતું, પરંતુ સામાજિક ડરને કારણે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી નહોતી. આ વખતે પણ બાળકીની મમ્મી અને દાદી ફરિયાદ નોંધાવવામાં સંકોચ અનુભવતાં હતાં. આખરે તેમણે ફરિયાદ નોંધાવતાં વૅનના ડ્રાઇવર વકીલ મહતો (૨૮)ની ધરપકડ કરવામાં આવી છે.

બાળકીની મમ્મી ઘરકામ કરે છે. શુક્રવારે બપોરે લગભગ દોઢ વાગ્યે જ્યારે ડ્રાઇવર બાળકીને ઘેર પાછી મૂકવા જતો હતો ત્યારે તેણે આ કૃત્ય આચયુંર્ હતું. ડ્રાઇવર પર બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ડ્રાઇવર મહતોએ પોલીસને માહિતી આપી હતી કે ત્રણ મહિના પહેલાં જ્યારે વૅન પાંડવકડા ધોધ પાસે ઊભી હતી ત્યારે સ્કૂલના માલિક અને તેના સગા દ્વારા બાળકીનું જાતીય શોષણ થયું હતું. એ વખતે બાળકી પોતાની આપવીતીનું યોગ્ય વર્ણન કરી શકી નહોતી. એથી તેના વાલીઓએ ફરિયાદ નોંધાવી નહોતી. હવે આ બન્નેને આરોપી તરીકે ગણવામાં આવ્યા છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK