ઓરેન્જ એલર્ટ વચ્ચે આજથી ગુજરાતભરમાં શાળાઓ ચાલુ થઇ

Published: Jun 10, 2019, 09:26 IST | અમદાવાદ

રાજ્યભરમાં એક તરફ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ આજે સોમવારથી રાજ્યભરમાં સ્કુલોની શરૂઆત થઇ ગઇ છે. આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. આમ ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્કોલની શરૂઆત થવાથી લોકો પણ પરેશાન થઇ રહ્યા છે.

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ

રાજ્યભરમાં એક તરફ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ આજે સોમવારથી રાજ્યભરમાં સ્કુલોની શરૂઆત થઇ ગઇ છે. આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. આમ ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્કોલની શરૂઆત થવાથી લોકો પણ પરેશાન થઇ રહ્યા છે.  તો બીજી તરફ સ્કૂલ શરૂ થયા બાદ 13થી 15 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાશે. તો વર્ષ 2019-20ના પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 21 દિવસનું દિવાળી વેકેશન પણ રહેશે. તો સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસ અભ્યાસના રહેશે. તેમજ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે. આ વર્ષથી નવરાત્રિ વેકેશન રદ કરવાનો કેબિનેટનો નિર્ણય છે.

School Starts in Gujarat

આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
આજે વહેલી સવારથી જ સ્કૂલો શરૂ થઇ ગઇ હતી અને ફરી પાછા વાલીઓ બાળકોને મુકવા સ્કુલે પહોંચી ગયા હતા. લાંબા ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓ ક્યાંક કંટાળો કરીને
, તો ક્યાંક ઉત્સાહમાં સ્કૂલમાં પહોંચ્યા હતા. 6 મેના રોજ રાજ્યભરની સ્કૂલોમાં વેકેશન પડ્યું હતું અને 25 દિવસો સુધી સ્કૂલો બંધ રહી હતી. મોટાભાગની સ્કૂલો આજે શરૂ થઈ ગઈ છે, ત્યારે સ્કૂલોના કેમ્પસ ફરીથી વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. આજે રાજ્યભરની 45 હજારથી વધુ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ છે. આ સાથે જ 11 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કેમ્પસમાં પણ ધમધમાટ જોવા મળ્યો છે.

સરકારના આદેશ બાદ નવરાત્રિ વેકેશન પણ હવે નહિ મળે

ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે નવરાત્રિનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે સરકારે આ નિર્ણય પરત ખેંચ્યો હતો. આ વર્ષથી નવરાત્રિ વેકેશન રદ્દ કરવાનો નિર્ણય કેબિનેટ દ્વારા કરાયો છે. તો સાથે દિવાળી વેકેશન રાબેતા મુજબ 21 દિવસનું કરાયું છે. જે આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં અમલમાં મૂકાશે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK