કમિશનર જશે લોકોની ફરિયાદ સાંભળવા બાંદરા પોલીસ-સ્ટેશન

Published: 31st August, 2012 05:32 IST

જે લોકોને કંઈ ફરિયાદ કરવી હોય તેઓ પોતાના સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં આવતી કાલે પહોંચી જજો, કારણ કે મુંબઈના નવા પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે દરેક પોલીસ-સ્ટેશનના સિનિયર ઑફિસરને પોલીસ-સ્ટેશનમાં હાજર રહીને લોકોની ફરિયાદ સાંભળવાનો આદેશ આપ્યો છે.

કમિશનર ડૉ. સત્યપાલ સિંહ પોતે બાંદરા પોલીસ-સ્ટેશનમાં હાજર રહેશે. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (લૉ ઍન્ડ ઑર્ડર) સાંતાક્રુઝમાં, જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) કોલાબા પોલીસ-સ્ટેશનમાં, જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ ઍડમિનિસ્ટ્રેશન) એમઆરએ માર્ગ પોલીસ-સ્ટેશનમાં અને જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) દાદર પોલીસ-સ્ટેશનમાં હાજર રહેશે.

 

એ સિવાય દરેક ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સહિત અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ પણ પોતપોતાના વિસ્તારમાં આવેલા પોલીસ-સ્ટેશનમાં હાજર રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK