Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > માલસામાનની હેરફેર કરતી ઍરક્રાફ્ટ કંપનીની બેદરકારી

માલસામાનની હેરફેર કરતી ઍરક્રાફ્ટ કંપનીની બેદરકારી

20 October, 2012 07:00 AM IST |

માલસામાનની હેરફેર કરતી ઍરક્રાફ્ટ કંપનીની બેદરકારી

માલસામાનની હેરફેર કરતી ઍરક્રાફ્ટ કંપનીની બેદરકારી




ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય





એમ્પોરિયમમાંથી મોકલાવાયેલો માલ પહોંચાડવાની બેદરકારી તેમ જ સર્વિસમાં થયેલી ખામી બાબતે રાજસ્થાન આર્ટ એમ્પોરિયમે કુવૈત ઍરવેઝ અને દાગા ઍર એજન્ટ સામે નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં પોતાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ બે પ્રકારની હતી. એક તો જે માલસામાન મોકલાવાયો હતો એ ઓછો હતો અને બીજું બાકીનો સામાન મોકલવામાં ખાસ્સો વિલંબ થયો હતો.

બન્ને પક્ષોને વ્યવસ્થિત સાંભળ્યાં પછી કમિશને પુરાવાને આધારે માલ ઓછો મોકલાવાયેલો હતો એ ફરિયાદ માન્ય કરી અને એને માટે એણે ઍરલાઇન્સને ૩૬,૪૪૦ યુએસ ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો. જોકે સામાન મોકલવામાં થયેલા વિલંબ બાબતે કોઈ પણ જાતનો આદેશ ન અપાયો હોવાને લીધે એમ્પોરિયમે ફરી પાછી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ નોંધાવી. એની સામે ઍરલાઇન્સે કોઈ પણ ફરિયાદ નોંધાવાને બદલે અપીલમાં ક્રૉસ ઑબ્જેક્શનની અરજી નોંધાવી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કરેલી ફરિયાદમાં ક્રૉસ ઑબ્જેક્શન નોંધાવી ન શકાય એટલે સામાન મોકલવામાં થયેલા વિલંબ બાબતે ફરી ચુકાદો આપવા સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને ફરી પાછો નૅશનલ કમિશનમાં મોકલી આપ્યો.



કમિશને અવલોક્યું કે એમ્પોરિયમ યુએસએ ઉપરાંત બીજા અનેક દેશોમાં વિભિન્ન પ્રકારના હૅન્ડિક્રાફ્ટ આર્ટિકલ્સ નિકાસ કરે છે અને એનો સૌથી મોટો દરિયાપારનો ગ્રાહક યુએસએની વિલિયમ સોનામા (ઇનકૉર્પોરેટેડ) કંપની હતી. સામાન્ય રીતે આ કંપની એમ્પોરિયમમાંથી હૅન્ડિક્રાફ્ટનો માલ ઝડપી ધોરણે મળી રહે એ રીતે ઑર્ડર આપી માલ મગાવતી હતી.

એમ્પોરિયમે કુવૈત ઍરવેઝ અને એના એજન્ટનો સંપર્ક સાધ્યો અને તેમણે સાત જ દિવસમાં સામાન મળી જશે એવી ખાતરી આપી. ખાતરી મળતાં જ એના પર ભરોસો રાખીને એમ્પોરિયમે ત્રણ શિપમેન્ટ રવાના કયાર઼્. આ માલસામાન એની મંઝિલ પર આપેલી સમયમર્યાદામાં ન પહોંચ્યો. પૂછપરછ કરતાં ઍરલાઇને સામાન પહોંચાડવાની મુદતમાં ફેરફાર કરીને બીજાં બે અઠવાડિયાં મુદત લંબાઈ ગઈ છે એવું જણાવ્યું. માલ ફરી ફેરફાર કરેલી મુદત પ્રમાણે પણ ન પહોંચ્યો. યુએસએમાં માલ આયાત કરનારી કંપનીએ આ વિલંબ બાબતે નારાજગી વ્યક્ત કરી અને આ સંબંધ તૂટી જશે એવી ચેતવણી પણ આપી. એમ્પોરિયમ આ મુદ્દે ઍરલાઇન અને એના એજન્ટ પાસે ખુલાસા માટે ગયું પણ તેમણે દરકાર ન કરી.

છેવટે વિલંબને ધ્યાનમાં રાખીને ૧૦૪ કાર્ટન્સને છોડી દઈએ તો ૨૮૮ કાર્ટન્સમાંથી ફક્ત ૧૮૪ કાર્ટન જ મોકલાવવામાં આવ્યાં હતાં. એમ્પોરિયમે કાયદાકીય રીતે એક નોટિસ મોકલી હતી જેમાં અપાયેલી સર્વિસમાં ખામી છે એવો દાવો કરવામાં આવ્યા હતો, પરંતુ ફરી એક વાર એની સામે આંખ આડા કાન થયા. ત્યાર પછી જે ગ્રાહક-ફરિયાદ નોંધાઈ એમાં ફ્રેઇટ-ચાર્જિસ તરીકે ૨૪,૪૮,૩૪૫ રૂપિયા જે સામાન નહોતો પહોંચાડવામાહ આવ્યો એની કિંમત પ્રમાણે યુએસ ડૉલર ૭૦૪૨ તેમ જ ધંધાકીય નુકસાન અને આબરૂના વળતરપેટે ૨૦ લાખ રૂપિયા માગવામાં આવ્યા એટલું જ નહીં, કેસના ખર્ચપેટે આ સંપૂર્ણ રકમ પર ૧૮ ટકા વ્યાજનો દાવો પણ કરવામાં આવ્યો.

ઍરવે-બિલમાં જણાવેલા વજનની તપાસ કરતાં કમિશને જણાવ્યું કે ૧૮૨૨ કિલો જેટલા વજનનો સામાન ઓછો મોકલાવાયો હતો. ઍર ઍક્ટના કૅરેજ-૨૨ના નિયમ પ્રમાણે આ વજનને કિલોદીઠ ૨૦ યુએસ ડૉલર પ્રમાણે ગૂણીએ તો આ રકમ ૩૬,૪૪૦ યુએસ ડૉલર થતી હતી. આ હિસાબે ગુમાયેલા સામાનની ખરી કિંમતને ન ગણતાં કમિશને ઍરલાઇન્સને ૩૬,૪૪૦ યુએસ ડૉલર ચૂકવવાનો આદેશ આપવાની સાથોસાથ તા. ૧-૧૦-૧૯૯૬થી એ રકમ ચૂકવવાના દિવસ સુધી વાર્ષિક ૯ ટકા વ્યાજ ઉપરાંત ખર્ચપેટે ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.

વિલંબ બાબતે ઍરલાઇન્સે સામી દલીલ કરી કે માલસામાન ઝડપથી ખરાબ થઈ જાય એવો નહોતો એટલે આ કરારમાં સમયનું મહત્વ નહોતું. વળી ઍર-બિલની અંદર કોઈ ચોક્કસ સમયમર્યાદામાં જ વસ્તુઓ પહોંચાડવી એવો કોઈ રેકૉર્ડ પણ નહોતો. જોકે આપસી પત્રવ્યવહાર જણાવતો હતો કે માલસામાન યુએસએને બદલે કુવૈત મોકલાવવામાં આવ્યો હતો અને ત્યાંથી એ પાછો ફર્યો એટલે સામાન પહોંચવામાં વિલંબ થયો હતો. આ બધાં કારણોસર કમિશને ઍરલાઇન્સની દલીલ માન્ય ન રાખી.

ઍર ઍક્ટ કૅરેજના સેક્શન-૧૯ પ્રમાણે માલસમાન લઈ જનારો વાહક પણ મુસાફરને લીધે અને માલસામાનના વિલંબ માટે થયેલા નુકસાન માટે જવાબદાર હોય છે.

સેક્શન-૧૩ (૩) આગળ જણાવે છે કે જ્યારે વાહક માલસામાનના નુકસાન બાબતે સ્વીકાર કરી લે અથવા તો પછી જો માલ ૭ દિવસની મુદત પછી પણ પહોંચે નહીં તો જે દિવસે સામાન પહોંચવાનો હોય છે એ તારીખ પછી સામાન મેળવનાર (કન્સાઇની) પણ આ બાબતસર વાહક પર પોતાનો હક જમાવી શકે છે.

કમિશને જણાવ્યું કે આવી ભૂલ માટે પુરાવાની કોઈ જરૂર નથી. જો સામાન ૭ દિવસની અંદર પહોંચાડાયો ન હોય તો એ બેદરકારી બાબતે વાહક જવાબદાર ગણાય છે. દરિયાઇ ફ્રેઇટ કરતાં ઍર ફ્રેઇટ સામાન્ય રીતે લગભગ ૧૦ ગણો વધુ છે એટલે કમિશને જણાવ્યું કે જ્યારે માલ હવાઈ માર્ગે મોકલવામાં આવતો હોય છે તો એનો અર્થ એમ થાય કે એના કરારમાં સમય બાબતનો ઉલ્લેખ પણ ધારી લેવામાં આવ્યો છે અને એ આપમેળે જ સોદામાં વંચાય છે. મોકલવામાં આવેલા માલનું વજન ત્યારે ૨૫,૦૩૭.૫ કિલોગ્રામ હતું, ગુમાઈ ગયેલા કાર્ગોની રકમ બાદ કર્યા પછી. વિલંબ માટેનું વળતર કિલોગ્રામદીઠ ૨૦ યુએસ ડૉલર નક્કી થયું હતું, જે ૫,૦૦,૭૪૦ યુએસ ડૉલરનું થયું. વળતર માટેનો દાવો ૨૦ લાખ રૂપિયાનો હતો એટલે કમિશને જણાવ્યું કે એમ્પોરિયમ ૫,૦૦,૭૪૦ યુએસ ડૉલર અથવા તો ૨૦ લાખ રૂપિયા બેમાંથી જે રકમ ઓછી હોય એ તા. ૩૧-૭-૧૯૯૬થી એની ચુકવણી થાય ત્યાં સુધી ૯ ટકાના વ્યાજ સાથે મેળવી શકશે. આ રકમ ૩૬,૪૪૦ યુએસ ડૉલરની રકમ ઉપરાંતની હતી જે આ પહેલાં જ્યારે કાર્ગો ગુમાવાને કારણે પૂરેપૂરો સામાન નહોતો પહોંચાડાયેલો એ વખતે મળી હતી. એ ઉપરાંત એને પાંચ લાખ રૂપિયા ખર્ચપેટે પણ મળ્યાં. આ આદેશ પૂરો કરવા માટે ઍરલાઇન્સને ત્રણ મહિનાની મુદત આપવામાં આવી. એજન્ટને કોઈ પણ રીતે જવાબદાર ન ઠેરવવામાં આવ્યો, કારણ કે તેના તરફથી સર્વિસમાં કોઈ પણ જાતની ઊણપ નહોતી કે કોઈ પણ પ્રકારની બેદરકારી નહોતી દાખવાઈ (નૅશનલ કમિશનના જસ્ટિસ મલિક અને વિનયકુમારે તા. ૧-૧૦-૨૦૧૨ના રોજ આપેલા ચુકાદા પ્રમાણે).

ઇમ્પૅક્ટ : ફૉરેન ઍરલાઇને પણ એના ગ્રાહકોની સારી સંભાળ લેવાનું શીખવું જોઈએ.
Whatsapp-channel Whatsapp-channel

20 October, 2012 07:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK