Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ગણેશ, તને ભેટની ચિંતા અમને પેટની ચિંતા

ગણેશ, તને ભેટની ચિંતા અમને પેટની ચિંતા

22 September, 2012 07:12 AM IST |

ગણેશ, તને ભેટની ચિંતા અમને પેટની ચિંતા

ગણેશ, તને ભેટની ચિંતા અમને પેટની ચિંતા



મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર



‘હા, આજે હુ.’

‘અમે તને બાપા કહીએ, પણ અત્યારે તારા બાપા

ક્યાં ગયા?’

‘તે તો ડમરું વગાડતા દોરી તૂટી ગઈ એ રિપેર કરાવવા ગયા છે. આવતા હશે. આ તો શ્રાવણમાં તેમની અને પ્રભુ મહાવીરની સીઝન પૂરી થઈ ને મારી શરૂ થઈ એટલે રોકાઈ ગયો છું. જેણે દોઢ દિવસનો મુકામ આપ્યો ત્યાંથી વિદાય લીધી પણ હવે કહેવાતા ભક્તો પાંચ દિવસના વિસર્જનના અંતે પૂરા ઘોંઘાટ સાથે મારા કાનના પડદા ફાટી જાય એટલા જોરથી ‘ગણપતિ બાપ્પા મોરયા પુઢચ્યા વષીર્ લૌકર યા’ની બૂમો મારી દરિયામાં પધરાવશે, પણ હમણાં તો મારી ઇચ્છા હોવા છતાં છઠ્ઠા દિવસે પણ કોઈ રોકાવા નહીં દે. જોકે મારા કાન મોટા છે એટલે પ્રૉબ્લેમ નથી, પણ મને કહેશે ચાલો બાપ્પા, હવે તમારી સીઝન પૂરી. હવે માતાજી માટે પાટલો ખાલી કરો. મૂર્તિઓ બદલાય, પાટલો એ નો એ. આઇના વોહી રહેતા હૈ, ચેહરે બદલ જાતે હૈં.’

 ‘ઓકે. હું નીકળું બાપુજી. આવે તો કહેજો, ચંબુઅંકલ મળવા આવેલા.’

 ‘અરે અંકલ, બાપુજીનું કંઈ કામ હોય તો બોલો. ફરિયાદ હોય તો પણ... હું પણ વિઘ્નહર્તા જ છું.’

‘કેટલી ફરિયાદ કરું? ચોમાસામાં નીકળતા અળસિયાની જેમ એક પછી એક પ્રશ્નો નીકળ્યાં જ કરશે. તકદીર જ તકલીફવાળું છે. હવે તું વિઘ્નહર્તા હોય તો આ તારા ઉંદરના ખોબામાં જે લાડુ છે એ મારા ઉદરમાં પ્રવેશે એવો ચમત્કાર કર. (ત્રણ સેકન્ડ પછી) કેમ હસ્યો?’

‘અરે અંકલ, હું સમજણો થયો ત્યારથી શ્રદ્ધાળુઓએ મને અને ઉંદરને લાડુ સિવાય શું આપ્યું છે? અમારા નસીબમાં ત્રણ પી એટલે પીત્ઝા, પાણીપૂરી કે પાંઉભાજી ક્યારેય નથી. શું અમારે જીભ કે મન નથી? તમે મને એવું  કંઈ મળે એવો ચમત્કાર કરો તો હું તમારા માટે. વ્યવહાર તો અરસપરસ હોય.’

‘ઍગ્રી. બટ યુ નો, અમારું પેટ તો બે જોડિયા ભાઈઓની જેમ ચીટકીને બેઠા છે. ન સમજ્યા? અરે કવર પર પોસ્ટની ટિકિટ ચીટકાડી હોય એમ... અલ્યા ભૈ, તારી પ્રત્યે અમારો ગમે તેટલો ભાવ હોય; પણ હમણાં તો ભાવવધારાને લીધે જ અમારાં અન્નનળી, જઠર, આંતરડાં બધાં બેકાર યુવાનોની જેમ નવરાધૂપ બેઠાં છે. શું કરે બિચારા, હોજરી માટે અન્ન હાજર ન હોય તો? તારા ધનિક ભક્તો કદાચ વેદ જાણતા હશે, પણ અમારી વેદના જાણતા નથી. જો આમ ચાલ્યું તો આ સરકાર પણ રક્તદાન તો દૂર, ટેસ્ટ કરવા જેટલું પણ લોહી નહીં બચવા દે. અરે, જે ડફોળોને હાઇવે પર ૩૦૦૦ ખાડા નથી દેખાતા તેને અમારા પેટના ખાડા તો ક્યાંથી નજરમાં આવે? છેલ્લે કેટલાક વખતથી ઇજ્જત ગુમાવવાનો એને એવો જબરો શોખ વળગ્યો છે કે ભાવવધારામાં પેટ્રોલ, ડીઝલ, અનાજ, શાકભાજી, ફળ, ખાંડ, કઠોળ, સોનું, મોટું પુસ્તક છપાય એવડું લિસ્ટ છે. ભાવવધારામાં કોઈ ચીજ બાકી ન રહેવી જોઈએ. તેં જીવ આપ્યો, પણ જીવન તો આ ભ્રષ્ટ નેતાઓએ છીનવી લીધું છે. નકટાઓ ૩૦૦૦ની થાળી જમતાં-જમતાં અમારા પેટની ચર્ચા-ચિંતા કરે છે. તને અમારી વિનંતી કે તું પણ થોડો વખત તારી ભેટની છોડ અને અમારા પેટની ચિંતા કર; કારણ કે દેશ, સમાજ કે પરિવાર કરતાં તું સૌથી નજીકનો સગો છે. બાકી આ લપોડશંખ સરકારે તો પ્રતિજ્ઞા કરી છે કે બધી ચીજવસ્તુઓના ભાવ હજી આસમાને પહોંચશે એ પહેલાં તમને આસમાનમાં પહોંચાડી દઈશું. એક આશ્ચર્યની વાત કહું? કૌભાંડોની હારમાળામાં તેને લાગ્યું કે મોં કાળું થાય એટલી ઇજ્જત ગઈ નથી એટલે ૨૦૦ કરોડનું કોલસાકૌભાંડ પકડ્યું. એ બહાને પણ મોં કાળું થાય છે. તારી સૂંઢમાં એટલે કે નાકમાં એક પણ હાડકું નથી, પણ આ લોકોને તો નાક જ નથી. જો તું વિઘ્નહર્તા હોય તો તું આ બધું જાણતો હોવા છતાં તારા મોટા પેટનું પાણી પણ કેમ હલતું નથી કે પછી અંદર પાણી છે જ નહીં? આ બધી વાત તારા બાપુજીને પણ પહોંચાડજે. કદાચ અરજી પાસ કરે.’

 શું કહો છો?


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2012 07:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK