ગુજરાતમાં આજે ૮૨૭૦ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન

Published: 29th December, 2011 05:11 IST

ગુજરાતના ૨૬ જિલ્લાના ૨૨૩ તાલુકાઓની ૮૨૭૦ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થશે અને ૩૧ ડિસેમ્બરે એની મતગણતરી હાથ ધરવામાં આવશે.અમદાવાદ: ગુજરાતની ૧૦,૩૯૪ ગ્રામપંચાયતની ડિસેમ્બર મહિનામાં મુદત પૂરી થતાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આ ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. જોકે ગુજરાતની ૧૦,૩૯૪ ગ્રામપંચાયતો પૈકી ૨૧૨૪ ગ્રામપંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી એટલે હવે ગુજરાતની ૮૨૭૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે આજે મતદાન થશે. ૮૨૭૦ ગામોમાં ૧,૪૦,૧૮૩ જેટલા ઉમેદવારોએ વૉર્ડના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે અને ૩૦,૯૫૯

ઉમેદવારોએ સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ૮૨૭૦ ગામોમાં કુલ ૧,૩૬,૩૯,૪૧૯ મતદારો છે. આ ચૂંટણીમાં ૧,૦૬,૨૬૨ પોલિંગ સ્ટાફ અને ૩૧,૯૮૭ પોલીસ-કર્મચારીઓ તહેનાત રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK