Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાડી પહેરીને પણ કરતબ કરી શકાય

સાડી પહેરીને પણ કરતબ કરી શકાય

09 January, 2021 08:29 AM IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાડી પહેરીને પણ કરતબ કરી શકાય

પારુલ અરોરા

પારુલ અરોરા


રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ વિજેતા જિમ્નૅસ્ટ પારુલ અરોરાને સ્ટન્ટ કરવામાં સાડી જરાય અવરોધરૂપ બનતી નથી. તે સાડી પહેરીને સહેલાઈથી બૅકફ્લિપ્સ કરી શકે છે. વાદળી રંગની સાડીમાં ફ્રન્ટ ફ્લિપ્સ કરતી ક્લિપમાં સોશ્યલ મીડિયા પર પ્રશંસા મેળવ્યા બાદ હરિયાણાની આ જિમ્નૅસ્ટનો વધુ એક વિડિયો વાઇરલ થયો છે. આ વખતે પારુલ અરોરા પર્પલ સાડી પહેરીને ત્રણ ફ્લિપ્સ કરતી જોવા મળે છે. ગયા મહિને ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શૅર કરતાં પારુલે લખ્યું હતું, ‘સાડી મેં ખતરનાક સ્ટન્ટ.’ ત્યાર બાદ ટ્વિટર-યુઝર અપર્ણા જૈને આ વિડિયો શૅર કર્યો હતો, જેને પગલે એ ફરી લાઇમલાઇટમાં આવ્યો હતો.

આ વિડિયો એક લાખ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યો છે. આ અગાઉ પણ પારુલ અરોરાએ જિમ્નૅસ્ટ માઇકલ સિંઘ સાથે મળીને કરેલા સ્ટન્ટનો વિડિયો વાઇરલ થયો હતો અને ઇન્સ્ટાગ્રામમાં ૧૦ લાખ કરતાં વધુ વ્યુ મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2021 08:29 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK