સરદાર પટેલ 144મી જંયતી: પીએમ મોદીએ લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

Updated: Oct 31, 2019, 10:27 IST | કેવડિયા

આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મીં જયંતિ છે. સરદાર પટેલની જયંતી પર દેશભરમાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદી
પીએમ નરેન્દ્ર મોદી

આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 144મીં જયંતિ છે. સરદાર પટેલની જયંતી પર દેશભરમાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરૂવારે દેશના પહેલા વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને એમની જયંતી પર શ્રદ્ધાજલિ આપી. આ અવસર પર તેઓ ગુજરાતના કેવડિયામાં બનેલા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પહોંચી ગયા અને શ્રદ્ધાંજલિ આવી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસર પર આજે દેશભરમાં રન ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ખાસ કાર્યક્રમના હેઠળ દેશભરમાં હજારો લોકો રસ્તા પર વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની 144મી જયંતીના અવસર પર ઓયોજિત એકતા દિવસ પરેડમાં સામેલ થયા છે. તે દરમિયાન ત્યાં દેશની રક્ષા કરનારા વીરોની પરેડ ચાલી રહી છે.

હરિયાણામાં પણ સરદાર પટેલની 144મી જયંતીના અવસર પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં પંચકુલામાં પરેડ ગ્રાઉન્ડમાં સીએમ મનોહર લાલ ખટ્ટરે રન ફૉર યૂનિટીને લીલી ઝંડી બતાવી.

haryana

મુંબઈમાં સરદાર પટેલની 144મી જયંતીના અવસર પર સીએમ દેવેન્દ્ર ફડણવીસે રન ફૉર યૂનિટીને લીલી ઝંડી બતાવી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તે સમય દરમિયાન હાજર રહ્યા હતા.

mumbai

પીએમ મોદીએ ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની 144મી જયંતી પર એકતાની શપથ લીધી અને ત્યા હાજર લોકો પાસેથી પણ એકતાની શપથ લેવડાવી. સરદાર પટેલની 144મી જયંતીના અવસર પર સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પર એકતા દિવસ પરેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી પણ સામેલ થયા છે.

સરદાર પટેલની જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પહોંચીને લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સામેલ થયા. પીએમ મોદીએ તે દરમિયાન સરદાર પટેલને નમન કર્યું અને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વજાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને એમની 144મી જયંતીના અવસર પર સ્ટેચ્યૂ ઑફ યૂનિટીમાં પુષ્પાંજલિ અર્પણ કરી.

amit-shah

ગુહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં સરદાર પટેલની જયંતી પર લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી. એના બાદ એમણે એમની જયંતી પર આયોજિત રન ફૉર યૂનિટીને લીલી ઝંડી પણ બતાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં રન ફૉર યૂનિટીને લીલી ઝંડી બતાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK