સાંતાક્રુઝથી અંધેરી વિસ્તારના ગણેશ દર્શન, જુઓ તસવીરોમાં

Published: 26th September, 2012 09:54 IST

સાંતાક્રુઝ, પાર્લા અને અંધેરી વિસ્તારમાં ઠેર-ઠેર ભક્તો ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. મિડ-ડેને ઉમળકાભેર વાચકોએ પોતાના મંડળ અને ઘરના ગણેશની મૂ્ર્તિની તેમ જ શણગારની તસવીરો મોકલી આપી હતી. આવો નજર કરીએ આ તસવીરી ઝલક પર...અંધેરી (વેસ્ટ), શિવસેના શાખા નંબર ૫૮, આંબોલી, અખિલ આંબોલી સાર્વજનિક ઉત્સવ મંડળ. વર્ષ ૪૩મું, ૧૧ દિવસ, ઊંચાઈ ૯ ફૂટ. વિશેષતા : આ મંડળે ગણેશજીના પંડાલમાં જલમહેલ બનાવ્યો છે અને ગોળ પિલર જેવી છ મોટી ટૅન્ક મૂકી એમાં વિવિધ પ્રકારની માછલીઓ રાખવામાં આવી છે. રંગીન ટિશ્યુ ક્લોથ અને લાઇટિંગની ઇફેક્ટથી મૂર્તિ ભવ્ય લાગે છે. મંડળ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. તસવીર : ઉદય દેવરુખકરસાંતાક્રુઝ (ઈસ્ટ), સ્ટેશન રોડ નંબર ૬, સિલ્વર રેસિડન્સી બિલ્ડિંગ, ફ્લૅટ-નંબર ૭૦૩. વર્ષ ૨૧મું, ૫ દિવસ, ઊંચાઈ ૨૨ ઇંચ. વિશેષતા : દીપક મકવાણા તેમના ઘરે ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજી લાવે છે. આ વખતના ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજી મોરપંખ પર બિરાજમાન હતા અને ઇકો-ફ્રેન્ડ્લી મંદિરમાં એમની સ્થાપના કરવામાં આવી હતી. બાપ્પાનું મંદિર ૧૧થી ૧૨ કિલો ન્યુઝપેપરમાંથી બનાવ્યું હતું. પાંચ દિવસની અંદર આખું મંદિર તેમણે અને તેમના પરિવારજનોએ સાથે મળીને બનાવ્યું હતું. તસવીર : મેઘના શાહ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK