સંજય દત્તને જેલમાંથી ફટાફટ રજાઓ કેવી રીતે મળે છે?

Published: 27th December, 2014 05:26 IST

મહારાષ્ટ્રના ગૃહ ખાતાએ આપ્યો તપાસ કરવાનો આદેશ.પુણેની યેરવડા જેલમાં સજા ભોગવતો ઍક્ટર સંજય દત્ત પરોલ અને ફર્લોની રજા પર લગભગ ચાર મહિના જેલની બહાર રહ્યો હોવાની વિગત પ્રકાશમાં આવતાં રાજ્યના ગૃહ ખાતાએ તપાસનો આદેશ આપ્યો છે.
સંજય દત્ત ૨૦૧૩ની મેથી ૨૦૧૪ના મે સુધીમાં ફલોર્ કે પરોલ રૂપે ૧૧૮ દિવસ જેલમાંથી બહાર રહ્યો છે. યેરવડા જેલ પ્રશાસને રજા મંજૂર કરતાં ગયા મંગળવારથી સંજય દત્ત ૧૪ દિવસની ફર્લોની રજા પર મુંબઈ આવ્યો છે. અન્ય કેદીઓને આટલી રજાઓ ન મળતી હોય અને સંજય દત્તને જોઈએ તેટલી રજાઓ આપવામાં આવતી હોય તો એ પ્રકરણની તપાસ કરીને એમાં દોષી હોય તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય પ્રધાન રામ શિંદેએ કરી હતી. તેમણે પુણેના જેલ ખાતાનો અખત્યાર સંભાળતા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (Dત્ઞ્)ને તપાસ હાથ ધરીને રિપોર્ટ આપવા જણાવ્યું છે.

જોકે સંજય દત્તને રજા આપતી વખતે જેલ વિભાગનાં ઍડિશનલ ડિરેક્ટર જનરલ મીરા બોરવણકરે કહ્યું હતું કે ‘ફર્લો એ દરેક કેદીનો અધિકાર છે. કેદી જ્યારે ફર્લોની અરજી કરે છે ત્યારે અમે પોલીસના રિપોર્ટના આધારે રજા આપીએ છીએ.’ગયા વર્ષે પત્નીની બીમારીને નામે રજા લીધી હતી એ વખતે સંજયની પત્ની માન્યતા દત્ત ફિલ્મના સ્ક્રીનિંગ અને સેલિબ્રિટી બર્થ-ડે પાર્ટીમાં હાજર રહી હોવાની તસવીરો અખબારોમાં પ્રગટ થતાં ભારે વિવાદ જાગ્યો હતો. મુંબઈ બૉમ્બ-વિસ્ફોટ પ્રકરણના અનુસંધાનમાં પોતાની પાસે શસ્ત્રો રાખવાના આરોપસર સુપ્રીમ ર્કોટે સંજય દત્તને પાંચ વર્ષની સજા ફરમાવી હતી એમાંથી ૧૮ મહિનાની સજા સંજય અગાઉ ભોગવી ચૂક્યો હતો એથી બાકીની સજા ભોગવવા માટે તેને મે ૨૦૧૩થી ફરી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

સંજય દત્તને આપવામાં આવેલી રજાઓ

૨૧ મે, ૨૦૧૩ : સંજય દત્ત યેરવડા જેલમાં.


૧ ઑક્ટોબર, ૨૦૧૩ : ૧૪ દિવસની ફર્લો રજા મંજૂર.


૧૪ ઑક્ટોબર, ૨૦૧૩ : ફર્લોની રજા ૧૪ દિવસ લંબાવવામાં આવીï.


૨૧ ડિસેમ્બર, ૨૦૧૩ : પરોલની ૩૦ દિવસની રજા મંજૂર.


૨૦ જાન્યુઆરી, ૨૦૧૪ : પરોલમાં મહિનાની વધારાની રજા.


૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૪: પરોલમાં ૩૦ દિવસનો વધારો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK