Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સૅમસંગ મુશ્કેલીમાં : નવા ગૅલૅક્સી Note 7 ફોનમાં પણ આગ લાગી

સૅમસંગ મુશ્કેલીમાં : નવા ગૅલૅક્સી Note 7 ફોનમાં પણ આગ લાગી

10 October, 2016 03:48 AM IST |

સૅમસંગ મુશ્કેલીમાં : નવા ગૅલૅક્સી Note 7 ફોનમાં પણ આગ લાગી

સૅમસંગ મુશ્કેલીમાં : નવા ગૅલૅક્સી Note 7 ફોનમાં પણ આગ લાગી


note 7


કંપનીએ સલામત ગણાવેલા સૅમસંગ ગૅલૅક્સી Note 7 સ્માર્ટફોન ડિવાઇસના બીજા રિપ્લેસમેન્ટમાં પણ અમેરિકામાં આગ લાગી છે. ખામીયુક્ત બૅટરીની ફરિયાદ પછી સૅમસંગ કંપનીને આ સ્માર્ટફોનના નવા મૉડલ ઇશ્યુ કરવાની ફરજ પડી હતી.

પોતાના ડરામણા અનુભવની વાત કરતાં અમેરિકાના કેન્ટકીસ્થિત એક પુરુષે કહ્યું હતું કે ‘હું ઊઠ્યો ત્યારે મારો આખો બેડરૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો. એ જોઈને હું સખત રીતે ડરી ગયો હતો. મને સૅમસંગ Note 7 રિપ્લેસમેન્ટ તરીકે નવો સ્માર્ટફોન આપવામાં આવ્યો હતો. એટલે મને એમ હતું કે એ સલામત હશે. મંગળવારે મારા ઘરમાં સૅમસંગ સ્માર્ટફોનમાં આગ લાગી ત્યારે એને પ્લગમાં પણ ભરાવવામાં નહોતો આવ્યો.’

ટેક્નૉલૉજી રિપોર્ટરોનું કહેવું છે કે સૅમસંગ કંપની હવે પૂર્ણ કક્ષાની કટોકટીનો સામનો કરી રહી છે. તાજેતરની ઘટના ફોનના યુઝર્સનું રક્ષણ કરવાની સૅમસંગની જવાબદારી સામે ગંભીર સવાલ ઊભા કરે છે.

સપ્ટેમ્બરમાં Note 7 સ્માર્ટફોન બજારમાંથી મોટા પ્રમાણમાં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, પણ સૅમસંગે જણાવ્યું હતું કે એણે સમસ્યાનું કારણ શોધી કાઢ્યું છે અને સમસ્યાનું નિવારણ કરી નાખ્યું છે.

અમેરિકાના લુઈવિલથી બાલ્ટિમોર જનારી સાઉથવેસ્ટ ઍરલાઇન્સની ફ્લાઇટમાં બુધવારે સૅમસંગ Note 7ના રિપ્લેસમેન્ટ ફોનમાં આગ લાગી હતી. ઍરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રૉનિક ઉપકરણમાંથી ધુમાડો નીકળતો હોવાની ફરિયાદ અમારા એક પૅસેન્જરે કરી એ પછી તમામ પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા હતા.

આ બાબતે સૅમસંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. જે ડિવાઇસમાં આગ લાગી હતી એના પરીક્ષણ પછી એમાંથી ધુમાડો નીકળવાનું કારણ જાણી શકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2016 03:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK