મુંબઈ પોલીસના આ કોરોના યોદ્ધાનાં કરો એટલાં વખાણ ઓછાં

Published: Sep 05, 2020, 12:52 IST | Mumbai correspondent | Mumbai

કફ પરેડ પોલીસ-સ્ટેશનના પોલીસ-કૉન્સ્ટેબલ પોતે ડ્રાઇવ કરીને પેશન્ટને હૉ‌સ્પિટલ પહોંચાડે છેઃ મે મ‌હિનાથી શરૂ કરેલી સેવા દ્વારા ૩૦થી વધારે પેશન્ટને હૉ‌સ્પિટલ પહોંચાડ્યા

લોકોની અનોખી સેવા કરતા કફ પરેડ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ તેજસ સોનવણે.
લોકોની અનોખી સેવા કરતા કફ પરેડ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ તેજસ સોનવણે.

કોરોના મહામારીમાં કોરોના યોદ્ધાઓની અનેક કહાણી આપણે સાંભળી હશે, પરંતુ કોલાબાના પોલીસ ક્વૉર્ટર્સમાં રહેતા અને કફ પરેડ પોલીસ-સ્ટેશનમાં પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા ૩૪ વર્ષના તેજસ સોનવણેની કહાણી કદાચ સૌથી અનોખી છે. લૉકડાઉનમાં સામાન્ય પેશન્ટ વાહનોની રાહ જોતાં કલાકો રસ્તા પર હેરાન થતા નજરે જોયા બાદ તેઓ પોતે મદદ કરવા આગળ આવ્યા હતા. ‌મિત્રની મારુતિ ઑમ્ની કાર લઈને એમાં ઍમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા કરીને કો‌વિડ અને નૉન-કો‌વિડ પેશન્ટ માટે બે ભાગ પાડ્યા હતા. હાલ સુધી તેમણે ચાલીસથી વધુ પેશન્ટને હૉ‌સ્પિટલ સુધી પહોંચાડ્યા છે જેમાંથી ૩૦ કોરોના પૉઝિટિવ પેશન્ટ નીકળ્યા હતા.

police-03

ઉલ્લેખનીય છે કે અમુક પેશન્ટને વ્હીલચૅર પર બેસાડીને હૉ‌સ્પિટલમાં લઈ જવા છતાં તેઓ કે તેમની પત્ની હાલ સુધી કોરોનાની ચપેટમાં આવ્યાં નથી. તેમની આ સેવા આગળ પણ સતત ચાલુ જ રહેશે. ‌બિસ્લેરીનું પાણી સપ્લાઈ કરતી મોટી વૅન પર પણ તેમના કોરોના યોદ્ધા તરીકે ફોટો લગાડવામાં આવ્યા છે.

વાહનો માટે લોકોને હેરાન થતાં જોતાં મેં આ સેવા શરૂ કરી એમ જણાવતાં પોલીસ-કૉન્સ્ટેબલ તેજસ સોનવણેએ ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના મહામારીના કારણે લોકો પહેલાંથી જ હેરાન થઈ ગયા છે અને એવામાં લૉકડાઉન હોવાથી લોકોને વાહનો પણ જલદી મળી રહ્યાં નથી. કફ પરેડ ‌વિસ્તારમાં મેં અનેક પેશન્ટ અને તેમના ‌રિલેટિવને રસ્તા પર વાહન માટે હેરાન થતા જોયા હોવાથી તેમના માટે કંઈ કરવું જ છે એવો ‌વિચાર આવ્યો હતો. ‌મિત્રની કાર લઈને એને ઍમ્બ્યુલન્સમાં રૂપાંતર કરીને પેટ્રોલ અને અન્ય વસ્તુઓના સ્વખર્ચે તેમને હૉ‌‌સ્પિટલ પહોંચાડું છું.’

હાલ સુધી હું કોરોના પૉઝિટિવ થયો નથી એમ જણાવતાં તેજસ કહે છે કે ‘આ સેવા શરૂ કરવા પહેલાં મેં મારી આઠ અને પાંચ વર્ષની દીકરીઓને ગામ મોકલી દીધી, પણ પત્ની ન ગઈ.’

કફ પરેડ પોલીસ-સ્ટેશનના ‌સિ‌નિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજકુમાર ડોંગરેએ ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેજસને લોકોની સેવા કરવા કોઈ ઇનોવેટ‌િવ આઇડિયા આવ્યો અને તેમના પર હું કેટલો ગર્વ અનુભવું છું એ કહેવા શબ્દો પણ નથી. રાજ્યના હોમ ‌મિ‌નિસ્ટર સ‌હિત અનેક લોકોએ અમારા હીરોની સેવાનાં વખાણ કર્યાં છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK