સ્મારકનો વિવાદ બંધ કરો : ઉદ્ધવ

Published: 21st November, 2012 04:22 IST

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના મૃત્યુ બાદ શિવાજી પાર્કમાં તેમનું સ્મારક બનાવવાની થઈ રહેલી માગણી અને એની સામે ઊભા થયેલા વિવાદને પગલે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ નાછૂટકે એમાં ઝુકાવવું પડ્યું હતું.

સ્મારક માટે વિવાદ ઊભો કરવાનો આ સમય નથી અને તાત્પૂરતો એને બંધ કરો એવી વિનંતી ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને કરી હતી. બાળાસાહેબના જવાથી ઠાકરે પરિવાર પર મોટું સંકટ આવ્યું છે અને એમાંથી પરિવાર હજી સુધી બહાર આવ્યો નથી એવા સમયે તેમના સ્મારકને લઈને કોઈએ વિવાદ ઊભો કરવો નહીં એવી વિનંતી તેમણે એક પત્ર દ્વારા કરી હતી. આ બાબતનો નિર્ણય લાખો શિવસૈનિકો નક્કી કરશે એવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK